________________
૨૮૨
શ્રુત ઉપાસક રમણભાઈ
આ રીતે રમણભાઈએ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની છબી એક સ્વચ્છ અને સક્રિય વિભાગ તરીકેની ઉપસાવી હતી.
જૈન સાહિત્ય સમારોહના યોજક, સંયોજક અને આયોજક
સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને વર્તમાન ગુજરાતી ભાષામાં જેન સાહિત્યનું વિપુલ ખેડાણ થયું છે. જૈન સાહિત્યના વિદ્વાનો, રસજ્ઞો તથા સામાન્યજનોને એક મંચ પર લાવી તેનો પરિચય અને આસ્વાદ કરાવવાનું ભગીરથ કાર્ય રમણભાઈ ‘જૈન સાહિત્ય સમારોહ'ના આયોજન દ્વારા કર્યું. આ સાહિત્ય સમારોહ મુંબઈ, મહુવા, પાલિતાણા, કચ્છ, સુરત, પાટણ, પાલનપુર, સુમેરુ વગેરે તીર્થોમાં યોજાતા. આ સમારોહમાં જૈન ધર્મ, તત્વજ્ઞાન અને સાહિત્યના વિદ્વત્તાપૂર્ણ નિબંધો ગુરુભગવંતોની નિશ્રામાં વંચાતા, અનેક પ્રકારની ચર્ચા વિચારણાઓ થતી. સાથે સાથે ઉત્તમ ભોજન અને આસપાસની પંચતીર્થી યાત્રાનો લાભ પણ મળતો. સાંજની બેઠકમાં વક્તાઓ અને શ્રોતાઓને રમણભાઈની સાથે હળવી પળો માણવાની તક મળતી ત્યારે રમણભાઈમાં છુપાયેલો હાસ્યકાર પ્રગટ થતો. તત્ત્વચિંતક રમણભાઈ ટ્રેઈનની સફરમાં બધાંની સાથે બીજા વર્ગમાં જ સફર કરતા.
જૈન સાહિત્ય સમારોહની ફલશ્રુતિ એ થઈ કે અમારા જેવા અભ્યાસીઓને જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને સમજવાની સાચી દિશા મળી અને એ જ દિશામાં લખવાની પ્રેરણા મળી. મારી વ્યક્તિગત ફલશ્રુતિ રૂપે મને ‘ગુજરાત સમાચાર' તથા ‘મુંબઈ સમાચાર' જેવા માતબર દૈનિકોમાં જૈન કોલમ લખવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. એ લેખો પુસ્તકાકારે ‘જ્ઞાનસાગરનાં મોતી' ભાગ-૧-૨-૩ રૂપે પ્રગટ કરી શકી.
એકવાર ડૉ. કુમારપાળ દેસાઈએ મારો પરિચય આપતા કહ્યું હતું, ‘‘મુંબઈમાં એક રમણભાઈ રૂપી વટવૃક્ષ છે જેની અનેક શાખાઓ વિકસી છે, એમાં ડૉ. કલાબેન, ડૉ. હંસાબેન, ડૉ. ઉત્પલા મોદી વગેરે છે.’’
છેલ્લાં પચ્ચીસ વર્ષના ગાળામાં રમણભાઈએ અનેક વિદ્વાનો નીપજાવ્યા એમ કહું તો અતિશયોક્તિ નહિ ગણાય.
અંગત અવિસ્મરણીય પ્રસંગ
જેણે સ્વયં મધ્યમ વર્ગની મુશ્કેલીઓનો સંઘર્ષ કર્યો હતો એવા રમણભાઈના હૃદયમાં મધ્યમવર્ગનું જીવન જીવતા અમારા જેવા લોકો માટે કંઈ વિશેષ કરવા માટેની ભાવના જાગૃત હતી. અને તેને આચરણમાં મૂકવા માટે ‘મુંબઈ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org