________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧ ૩૩ સંભળાતો.
૧૯૫૩માં રમણભાઈના તારાબેન શાહ સાથે લગ્ન થયા અને બંને ગુજરાતીના અધ્યાપક તરીકે તો કામગીરી કરતા હતા, પરંતુ બંનેએ જૈનદર્શન વિશેનો ઊંડો અભ્યાસ કરી એમના પ્રવચનો દ્વારા સમાન જનપ્રિયતા મેળવી. રમણભાઈ અને તારાબહેનનું દામ્પત્ય એ એક આદર્શ દામ્પત્ય હતું. રમણભાઈની એકેએક વાતની ચિંતા તારાબહેન કરતા હોય અને તારાબહેનની નાનામાં નાની સગવડો સાચવવાનું રમણભાઈ હંમેશા ધ્યાન રાખતા હોય. સંવાદી દામ્પત્યના તેઓ બંને દૃષ્ટાંતરૂપ ગણાય. અને એથી જ રમણભાઈએ જ્યારે પીએચ.ડી.ની પદવીનો મહાનિબંધ લખવાનું કામ હાથ પર લીધું ત્યારે એમને માથે અનેક જવાબદારીઓ હતી. રોજ બે કૉલેજોમાં અધ્યાપન માટે જતા. સાંજે એન.સી.સી.ની પરેડ કરાવવાની હોય વળી એમ.એ.ના લેક્યર પણ લેવાના હોય. આખા દિવસની આ કામગીરીમાંથી પીએચ.ડી. માટેનો સમય ક્યાંથી કાઢવો? આ સમયે ઝેવિયર્સ કૉલેજના પ્રિન્સિપાલ ફાધર ડિ ક્રુઝે એમને કૉલેજમાં બેસીને કામ કરવાની સગવડ કરી આપી. રાતના આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી કૉલેજના સ્ટાફરૂમમાં થિસિસનું લેખન કરે. એ સમયે ઝેરોક્સ થતી નહીં. આથી પેન્સિલથી નીચે કાર્બન પેપરો રાખીને ચાર કોપી તૈયાર કરવી પડે. આથી ખૂબ ભાર દઈને લખવું પડે. તેઓ ઘેર આવે ત્યારે તારાબહેને આંગળા બોળવા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું હોય! સતત ભારપૂર્વકના લેખનને કારણે રમણભાઈના આંગળા એટલા દુઃખતા કે ગરમ પાણીમાં થોડીવાર બોળી રાખવાથી રાહત થતી.
રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવતા હતા અને મુંબઈના અધ્યાપકોમાં આગવો આદર પામ્યા હતા. ત્રણેક વખત એ અધ્યાપક સંઘની સભામાં વક્તવ્ય આપવાનું બન્યું ત્યારે રમણભાઈ પ્રત્યેક અધ્યાપકને અને એના પરિવારને ઓળખતા હોય તેવા આત્મીયજન લાગ્યા. આવા અધ્યાપક પૂજાના કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરવા જાય તે કેટલાકને ગમતું નહીં, પરંતુ રમણભાઈને માતા-પિતા પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા હતા. આથી સામાયિક અને સેવાપૂજા રોજ કરતાં. અમદાવાદમાં મારે ત્યાં આવ્યા હોય ત્યારે પણ પૂજાના વસ્ત્રો પહેરીને નજીકના દેરાસરમાં પૂજા કરવા જતા. મુંબઇના વ્યસ્ત જીવનમાં શાંતિ મેળવવી મુશ્કેલ હોય, પરંતુ સામાયિકની ક્રિયા દરમિયાન આવી શાંતિ મેળવી લેતા અને આ સામાયિક દરમિયાન એમણે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org