________________
૧૩૪
શ્રુત ઉપાસક રમણભાઈ
પુસ્તકોનું વાચન અને મનન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર અને “અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાંતર અને ભાવાર્થ લખવાનું કાર્ય સાયલાના શ્રી રાજસોભાગ દ્વારા સોંપવામાં આવ્યું. આ માટે રમણભાઈ ઘણીવાર દસ કે પંદર દિવસ સુધી સાયલા જઈને આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં ઉપલબ્ધ સગવડો વચ્ચે પોતાનું કાર્ય કરતા હતા. રમણભાઈનો નિયમ એવો કે સાયલાના આશ્રમમાં હોય, ત્યારે એણે સોંપેલું જ કામ કરવું. બીજું કોઈ કામ અહીંન થાય. સાયલાના આશ્રમના પ્રેરક શ્રી લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી) એમને કહે પણ ખરા કે અહીં રહીને તમે અન્ય કાર્ય કરો તો એમાં કશું ખોટું નથી. તમારું કાર્ય જનહિત કરનારું જ હોય છે. આમ છતાં રમણભાઈએ ક્યારેય આશ્રમમાં આશ્રમે સોંપ્યા સિવાયનું કામ નહીં કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાળવી રાખ્યો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર' અને “અધ્યાત્મસાર' જેવા ગ્રંથોના ભાષાંતરની સાથોસાથ એને ભાવાર્થમાં આની વિસ્તૃત છણાવટ કરીને આ ગહન ગ્રંથો અધ્યાત્મરસિકો માટે સુલભ કરી આપ્યા છે.
ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ કહેતા કે યુવાનીમાં એમના સ્વભાવમાં થોડી ઉગ્રતા હતી. ક્યાંક ખટપટ કે અન્યાય જુએ તો મનમાં થઈ આવતું કે આનો પ્રબળ વિરોધ કરીને એને ખુલ્લો પાડી દઉં? પરંતુ ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી રમણભાઈમાં એક એવી શ્રદ્ધા જાગી હતી કે જે ખોટું કરે, તેને ચૂકવવાનું હોય જ છે, તો પછી એ અંગે ગુસ્સે થઇને કે ક્રોધ કરીને આપણે આપણા મનના ભાવ શું કામ બગાડવા? આર્તધ્યાન શા માટે કરવું ? આમ રમણભાઈની જીવનદષ્ટિમાં પરિવર્તન આવ્યું. દ્વેષ, ઇર્ષ્યા કે વેરભાવ ઓછા થતા ગયા અને શાંત, સ્થિર જળ સમો સમતાભાવ જાગ્યો અને એ દ્વારા એમને માણસમાં શ્રદ્ધા જાગી. સાથોસાથ ભૌતિક આકાંક્ષાઓ પણ ઓછી થતી ગઈ. એકાદ મહિના પૂર્વે એમને મળવા ગયો, ત્યારે એ સહુને એમનાં પુસ્તકો ભેટ આપતા હતા. રમણભાઈનું કોઈપણ પુસ્તક પ્રગટ થાય એટલે તેઓ તેની નકલો અમુક લેખકોને મોકલી આપતા.
એમના જીવનમાં બીજી એક વિશેષતા એ હતી કે ખટપટ કરીને કે યાચના કરીને કશું પ્રાપ્ત કરવું નહીં. સહજ મળે તેનો આનંદ માણવો. એમનામાં એવો પરમ સંતોષ હતો કે એમણે પોતાના પુસ્તકોના કોપીરાઈટ પણ રાખ્યા નહીં. ગુજરાતના કદાચ આ પ્રથમ સર્જક હશે કે જેમનાં પુસ્તકમાં “નો કોપીરાઈટ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org