________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧ ૩૫
એમ લખ્યું હોય. એથીય વિશેષ પુસ્તની પ્રથમ આવૃત્તિ માટે પણ કોપીરાઈટ આપ્યા હોય તો તેનું પણ એમણે વિસર્જન કર્યું હતું. તેઓ વારંવાર કહેતા પણ ખરા કે પં. સુખલાલજી, શ્રી બચુભાઈ રાવત, પરમાનંદ કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ વગેરેના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું. - રમણભાઈ સાથેનો પ્રથમ મેળાપ મુંબઇમાં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયો. એમણે વ્યાખ્યાનમાળામાં આવવાનું નિમંત્રણ આપ્યું અને જીવનમાં એક નવો અનુભવ આપ્યો. શ્રોતાઓની હાજરી, એની શિસ્ત અને એનું આયોજન આદર્શરૂપ લાગ્યાં. વળી રમણભાઈ વક્તાના વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. એમની આ સમાલોચનામાં એમના ચિંતનનો નીચોડ મળતો. એમણે ૧૯૮૧ના વર્ષમાં પ્રવચન માટે બોલાવ્યો. વળી પ્રવચન પૂરું થાય અને બહાર નીકળીએ ત્યારે આયોજન એવું કે હાથમાં એની કૅસેટ પણ મળી જાય. હકીકતમાં મારા પ્રવચનની કૅસેટ સાંભળીને શ્રી કપૂરભાઈ ચંદેરિયાને મારા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. એમણે રમણભાઈને પૂછ્યું અને પછી શ્રી કપૂરભાઈ ચંદેરિયા સાથે મેળાપ થતા એમણે મને લંડનના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું. મારા આંતરરાષ્ટ્રીય પ્રવાસોનો એ સમયથી પ્રારંભ થયો એની પાછળ મુરબ્બી રમણભાઇનો સદ્ભાવ કારણભૂત હતો.
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રમણભાઈ સ્વયં જૈનદર્શનના જુદા જુદા વિષય પર પ્રવચન આપતા હતા. એમનું આ પ્રવચન એ જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતોને આધારિત રહેતું અને એક સાત્વિક, સઘન અને જૈનદર્શનના ગહનમાં ગહન સિદ્ધાંતને તેઓ વિશાળ જનમેદનીને અત્યંત સરળ રીતે સમજાવતા હતા. એમના આ પ્રવચનો એ જૈનતત્ત્વજ્ઞાનની મોટી મૂડી છે.
ધર્મની ભાવનાનું માત્ર પ્રવચનમાં પૂર્ણવિરામ આવી જતું નથી. અહિંસાની ભાવના સાથે કરુણાની સક્રિયતાનો સુમેળ થવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે કોઈ સેવાભાવી, સામાજિક સંસ્થાને માટે દાન એકત્રિત કરવામાં આવતું અને અત્યાર સુધીમાં ૨૧ જેટલી સામાજિક સંસ્થાઓને અઢી કરોડની સહાય કરવામાં આવી. પરંતુ કોઈપણ સંસ્થાને દાન આપવાનું નક્કી કરતાં પૂર્વે પહેલા એના વિશે પૂરતી તપાસ કરતા. કોઈ મહાનગર કે નગરની સંસ્થાની પસંદગી કરવાને બદલે કોઈ દૂરના ગામડામાં આવેલી અને આર્થિક જરૂરિયાત ધરાવતી સંસ્થાને પસંદ કરતા. શ્રી મુંબઈ જૈન યુવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org