SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્વત ઉપાસક રમણભાઈ તરીકે રહ્યા અને આ ઘટનાએ યુવાન રમણભાઈમાં રાષ્ટ્રીયતાની ઊંડી છાપ પાડી. મહાવીર જૈન વિદ્યાલયમાં હતા ત્યારે નાટક, રમતગમત અને વસ્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને ઇન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા, ત્યારે “શ્યામ રંગ સમીપે' અને “સ્વપ્નાંનો સુમેળ' જેવી નાટકની રચના કરી. આમ રમણભાઈના સર્જનનો પ્રારંભ નાટિકાથી થયો, “કુમાર” માસિકમાં તેમના નાટકો છપાયાં અને “શ્યામરંગ સમીપે” નામથી ગ્રંથસ્થ થયાં. પ્રારંભમાં પત્રકાર તરીકે કામગીરી શરૂ કરી. એ પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરતી વખતે એમને એન.સી.સી.નું વધારાનું કામ સોંપવામાં આવ્યું. રમણભાઈએ એન.સી.સી.ની સખત તાલીમ લેવા માંડી અને રાયફલ, સ્ટેનગન, મશીનગન, પિસ્તોલ, ગ્રેનેટ, બે ઇંચ મોર્ટાર, બાયોનેટ ફાઇટિંગ જેવાં લશ્કરી સાધનોની પૂરી તાલીમ લીધી. તેઓ આ લશ્કરી સાધનોને આસાનીથી ચલાવી જાણતા હતા. બેલગામના મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં લશ્કરી તાલીમ લીધા બાદ તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા અને સમય જતાં ફર્સ્ટ લેફ્ટનન્ટ, કેપ્ટન અને છેવટે મેજર થયા. એક સમયે એમણે બટાલિયન કમાન્ડર અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આ લશ્કરી તાલીમ દરમ્યાન રમણભાઈને સમાજસેવાના પ્રોજેક્ટનું આયોજન સોંપવામાં આવતું તેમજ ફિલ્ડમાર્ચનું કામ સોંપવામાં આવતું. એ વખતે એક સાથે, ક્યાંય બેઠા વગર રોજના પચ્ચીસથી ત્રીસ માઇલ સુધી રમણભાઈ ફિલ્ડમાર્ચ કરતા હતા. થોડા મહિના અગાઉ રમણભાઈ સાયલામાં શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના કાર્યક્રમ નિમિત્તે મળ્યા. એ સમયે એમના શરીરમાં ખૂબ અશક્તિ હતી અને કોઈનો ટેકો લઈને માંડ માંડ ચાલતા હતા. પણ આવી પરિસ્થિતિને અનોખી સમતાથી એમણે સ્વીકારી હતી. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે એક સમયે માઇલોના માઇલો સુધી ફિલ્ડમાર્ચ કરતો હતો અને આજે થોડાંક ડગલાં ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે, પરંતુ આનાથી વ્યથિત થયા વિના એમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસિંગને એની પાછળની અવસ્થામાં ઘરનો ઉંબરો ઓળંગતા એવરેસ્ટ આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો હતો. આમ જીવનની વિદારક પરિસ્થિતિને તેઓ હળવાશથી લઈ શકતા અને એમની વાણીમાં હકીકતના સ્વીકારની સચ્ચાઈનો રણકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy