________________
ચુત ઉપાસક રમણભાઈ
ઉપર કાણાંમાં લાલ દોરી ભરાવી ગાંઠ મારીએ. દિવાળી સુધી આ કામ ચાલ્યું. ઘરનાં બધાં કામ કરવા બેસી જાય. રોજનાં સો-દોઢસો કેલેન્ડર તૈયાર થાય. કેલેન્ડર પતે પછી કાગળની કોથળીઓ બનાવવાનું કામ બા મેળવી લાવે અને એમાં પણ અમે તે કરવામાં લાગી જતાં. રાતના ઉજાગરા પણ કરતા, પણ એમ કરતાં આવક થતી ગઈ.
બાની ઈચ્છા એવી હતી કે કષ્ટ પડે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવાં. હું મેટ્રિકમાં હતો ત્યારે વાંચવા માટે જાગતો તો. બા મારી પાસે જાગતાં બેસી રહેતાં કે જેથી મને આળસ ન આવે. મેટ્રિક પછી અમે બે ભાઈઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવા ગયા તો બા બે-ત્રણ દિવસે કશુંક ખાવાનું બનાવીને લાવતાં અને કહેતાં કે દોસ્તારોને પણ ખવડાવજો. બી.એ. પછી એમ.એ.ના અભ્યાસ માટે પાટણ જૈન મંડળની હોસ્ટેલમાં રહેવા ગયો તો બા રોજ મારે માટે ટિફિન લઈને આવે છે જેથી મારે ઘરે જવા આવવામાં સમય ન બગડે. એમ.એ.માં હું પહેલો આવ્યો અને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે બાને કહેતો કે “આ ચંદ્રક તમારે લીધે મળ્યો છે. સંતાનોને ભણાવવાની બાની હોંશ એટલી બધી કે પાંચ સંતાનો ડબલ ગ્રેજ્યુએટ થયાં અને તે પણ આવા કપરા સંજોગોમાં.
આમ છતાં બા અમારા કોઈ ભાઈબહેનની કોલેજ જોવા આવ્યાં નથી. મારી ઝેવિયર્સ કોલેજનું નામ પણ બાને ન આવડે. કહે કે મારે નામ શીખીને શું કામ છે? કોઈ પૂછે તો કહે કે ધોબીતળાવ પર આવેલી કોલેજમાં ભણે છે.
૧૯૪૪ના ગાળામાં અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી, માથે કોઈ દેવું રહ્યું નહિ. પિતાજીની નોકરી ઉપરાંત મોટા બે ભાઇઓ નોકરીએ લાગી ગયા. એમ ઘરમાં ત્રણ જણનો પગાર આવવા લાગ્યો. વળી મેટ્રિક પછી અમે બે ભાઇઓ ભણવા સાથે ટ્યૂશન કરવા લાગ્યા અને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીએ ચડયા. એમ કરતાં પાંચ જણનો પગાર આવવા લાગ્યો એટલે રેવાબાને કોઈ ચિંતા રહી નહિ. ઘરમાં સગવડ માટે કેટલાક ફેરફાર કરાવ્યા. પછી તો આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સુધરતી ગઈ.
૧૯૪૮ પછી એક પછી એક ભાઇનાં લગ્ન થયાં અને તેઓ નાની રૂમ છોડીને સ્વતંત્ર રહેવા લાગ્યા. એમ કરવાની બા-બાપુજીએ સંમતિ આપી. બાને હવે ઘણી જ રાહત લાગી અને સંતાનોની ચડતી જોઇને બહુ આનંદ થયો. આમ છતાં ખેતવાડીની ચાલીનું ઘર એ અમારું કેન્દ્રસ્થાન રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org