________________
શુત ઉપાસક રમણભાઈ
૩૭૭.
આમ તો રમણભાઈનો અંગત પરિચય મને બિલકુલ નહિ. આટઆટલા વર્ષોથી સમારોહમાં મળતા, પરંતુ એ બધો સમય નિબંધ-વાંચન-શ્રવણ ચાલે. એમની અંગત બાજુઓને જાણવાનું કદીય બન્યું નથી. માત્ર એકાદવાર કોઈ વક્તાએ એના પરિચયમાં એવો ઉલ્લેખ કરેલો કે એમના અધ્યાપન કાળ દરમ્યાન એમણે એન.સી.સી.ના માટે કડક લશ્કરી તાલીમ લીધેલી તે પછી છેક મેજરની પદવીએ પહોંચેલા. ત્યારે પહેલીવાર એટલી ઉંમરે પણ જળવાઈ રહેલા એમના દેહસૌષ્ઠવનું કારણ સમજાયેલું. પરંતુ એમના અંતરના દર્શન તો સહજપણે એમના પ્રવચનો, એમનો વ્યવહાર, એમની દિનચર્યા આદિથી થતું રહેલું. જેનદર્શનના વિદ્વાન જ નહીં, જૈન ધર્મના અનુરાગી પણ ખરા એટલે સાહિત્ય સમારોહ દરમ્યાન પણ હંમેશની જેમ એ અને એમના સહધર્મચારિણી પૂ. તારાબહેન – બન્ને શ્રાવકોચિત દેવદર્શન અને સેવાપૂજા – આદિ વ્રતોનું ચુસ્તપણે અને સહજપણે પાલન કરે. વાણી અને ચહેરો સદાય શાંત-સૌમ્ય, ક્યાંય કશી ખોટી ઉતાવળ કે ભાગદોડ નહીં. એમના સાન્નિધ્યમાં માત્ર શાંતિ અનુભવાય. પૂ. તારાબહેનના પ્રવચનો પણ એટલાં જ સુંદર અને માર્મિક. બન્ને વચ્ચેનું સખ્ય દામ્પત્યજીવનની ઊંચાઈ અને ગરિમાનું દ્યોતક. વ્યક્તિ તરીકે રમણભાઈ, દમ્પતી તરીકે રમણભાઈ અને તારાબહેન, પરિવાર તરીકે એ અને એમનાં સંતાનો દરેક સ્તરે સ્વયં એક સીમાચિહુન રૂપ બની જતાં. રમણભાઈનો પરિવાર તો એમના પત્ની કે બાળકો પૂરતાં સીમિત તો નહોતો, એમાં અમે સો પણ સામેલ હતા. મને યાદ આવે છે - વચ્ચે બે-ત્રણ વર્ષ નિબંધો મોકલવા છતાં હું જાતે સમારોહમાં હાજર રહી શકી નહોતી ત્યારે કચ્છના હાજર રહેલા કે અનાયાસ મળી ગયેલા કોઈ ને કોઈ મારફત રમણભાઈ મને ખાસ યાદી પાઠવતા અને સમારોહમાં કેમ નથી આવી શકી એ બાબત પૃચ્છા કરતા. અખિલ ભારતીય ધોરણે થતા આવડા મોટા સમારોહનું આયોજન કરવું, એ અંગેની આર્થિક અને અન્ય સર્વ આનુષાંગિક વ્યવસ્થાઓ કરવી, સમારોહનું સંચાલન કરવું, એક એક નિબંધનું વિશ્લેષણ કરવું - આ તો માત્ર જૈન સાહિત્ય સમારોહની વાત થઈ – આ અને આવા કેટકેટલા કાર્યક્રમોમાં વ્યસ્ત એવી આ વ્યક્તિને મારું નામ યાદ રહે એટલું જ નહિ વિદ્વાનોથી ઊભરાતા સમારોહમાં મારી ગેરહાજરીની નોંધ લે અને તે અંગે અંગત રીતે પૂરછા પણ કરે - આ બધું કદાચ રમણભાઈ જ કરી શકે. નાનામોટા દરેકને મહત્વ આપી એમને પ્રોત્સાહિત કરવા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org