________________
૩૭૮
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈના નેતૃત્વની આગવી શૈલી હતી. મને તો બે-ત્રણ એવા પ્રસંગો યાદ છે, જે હું જીવનભર નહીં ભૂલી શકું.
પહેલો પ્રસંગ માંડવી-સમારોહનો છે. માંડવી ખાતેનો એ સમારોહ ત્રીજોચોથો કે પાંચમો હોઈ શકે – મારા માટે એ પ્રથમ સમારોહ હતો. મારા નિબંધવાંચન બાદ મારી પીઠ થાબડતાં એમણે કહેલુંઃ તમે ઓરિસ્સામાં જૈન ધર્મ વિષે લખ્યું છે. ભલે અનુવાદ હોય - અભિનંદનને પાત્ર છે. બહુ ઓછા લોકો આ વિષે જાણે છે. તમે હવે આવો ત્યારે તમારો એ મહાનિંબધનો અનુવાદ જરૂર લેતા આવજો. બહુ ઓછા લોકો બહુ ઓછું આ વિષે જાણે છે એમ કહેનાર રમણભાઈ જોકે ઘણું જાણતા હતા! મારા નિબંધ વાંચન પર ટિપ્પણી કરતાં એમણે સમ્રાટ ખારવેલ અને તેમનો જનધર્મ પ્રેમ, કરકુંડુ ઉપાજ્યાનું ઓરિસ્સામાં આવેલી ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓમાંની જેન-મૂર્તિઓ અને સ્થાપત્ય વિષે વાત કરેલી - એમના જ્ઞાનની ક્ષિતિજોનો તાગ પામવો સહેલો નથી એ મને ત્યારે જ સમજાઈ ગયેલું. ત્યાર પછી સમારોહમાં ભાગ લેતી રહી. એ દરમ્યાન ત્રણેક પ્રસંગ મને હંમેશ યાદ રહેશે. શરૂઆતના વખતના એક નિબંધમાં મારું મૌલિક કહી શકાય એવું ખાસ કંઈ નહોતું. કાર્યક્રમના સમાપનમાં રમણભાઈએ એક વાત કરીઃ આવા સાહિત્ય સમારોહમાં યુવા પેઢીને વધુ ને વધુ લઈ આવવાની અમારી નેમ છે. ભલે, ઊંડું વાંચન-મનન ન હોય, મૌલિકતા ન હોય, ક્યારેક માત્ર ઉતારા જેવું લાગે તો પણ એ બહાને યુવાનો જેન-ધર્મ અને જૈન દર્શનને વાંચતા થશે. એટલું થશે તો જૈન-સાહિત્યથી વિમુખ એવી આ નવી પેઢીને ફરી એના તરફ વાળવાનું પુણ્ય આ સમારોહને ફાળે જશે. અને એક વાર વાંચશે તો વિચારશે ને કશુંક મૌલિક આપી શકશે. મને લાગ્યું - આ શબ્દો કોઈને ય વૈયક્તિક રીતે નહોતા કહેવાયા, છતાં મને અને મારા જેવાને લાગુ તો પડતા જ હતા. બસ, તે દિવસથી કશુંક મૌલિક વિચારવાની, લખવાની મથામણ શરૂ થઈ તે આજ લગી ચાલે છે. અને તેના પ્રાથમિક પરિણામરૂપે મારો વિજ્ઞાન-પ્રયોગશાળાની બહાર' એ નિબંધ લખાયો અને કોડાય-બૌતેર જીનાલય ખાતે રજૂ થયો - બધાને ખૂબ ગમ્યો. આનંદ થાય એ સ્વાભાવિક છે પણ મને વિશેષ આનંદ એ વાતનો હતો કે શ્રી રમણભાઈએ મારા એ નિબંધની ભારોભાર સરાહના કરી - એની વિસ્તૃત છણાવટ કરી અને મારા પ્રયત્નોથી સંતોષ પામી મને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા. મેં ત્યારે મનોમન મારો એ નિબંધ એમને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org