________________
૫૦૦
શ્રુત ઉપાસક રમણભાઈ
આ બંને સંસ્થાઓના વિકાસમાં તેમનો જે અમુલ્ય ફાળો છે તે આ સંસ્થાના ઈતિહાસમાં અમર રહી જશે.
તેઓશ્રીની એ એક નેમ હતી કે તેઓ જે કામ હાથમાં લે તેને પુરેપુરા ખંતથી કાર્ય કરી તે કાર્યને પૂર્ણ કરે.
હું તો હંમેશાં ‘પ્રબુદ્ધ જીવન' ક્યારે આવશે તેની રાહ જ જોતો હોઉં, તેમના લખાણથી હું એટલો બધો પ્રભાવિત થયો કે મારામાં પણ લેખ લખવાની શક્તિ આવી ગઈ.
તેમના લેખો કોઈ જીવન ચરિત્ર રૂપે હોય કોઈ વ્યક્તિઓના જીવન વિશે હોય અથવા તો જૈન ધર્મના મુખ્ય મુખ્ય સુત્રોના સારાંશ હોય અને એ વાંચતા ઘણી બધી વ્યક્તિઓ એવી હોય જેને આ અંગનો પૂરો ખ્યાલ ન પણ હોય પરંતુ તે વાંચતા હોવાથી તેમાંથી ઘણું શીખવાનું મળતું એટલું જ નહીં પણ અમુક અમુક દૃષ્ટાંતો જીવનમાં ઉતારવા જેવા હતા.
આવી મહાન વિભુતિના વિદાયથી જૈન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવને તો એક મહાન અભ્યાસી અને સાચા સેવાભાવી કાર્યક૨ ગુમાવ્યા પણ અમારા જેવા કેટલા બધા બિન અનુભવીને એમના લખાણથી જે માર્ગદર્શન મળતું એ હવે કોણ આપશે ?
એમ કહેવાય છે કે સારા માણસોની જેમ આપણને જરૂર છે તેમ ઉ૫૨ પણ ક્યાંય જરૂર છે એટલે એમણે તો જે મહાન કાર્યો કર્યા છે તે મુજબ દેવગતિમાં ઉચ્ચ સ્થાન પામ્યા હશે.' તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તેઓશ્રીના હૃદયમાં હરેક વ્યક્તિઓ પ્રત્યે જે પ્રેમભાવ હતો, આવેલ વ્યક્તિને કંઈક પીરસવું જેથી તેમના જીવનમાં લાભદાયી થાય એવી જે ઉચ્ચ ભાવના હતી તે તેમના જીવનમાંથી આપણે સૌએ વીણી લેવા જેવી છે. હૈયામાં સ્હેજ પણ કચવાટ દાખવ્યા વિના હસતે મુખડે સૌને પ્રેમ આપવો એ એમની વિશેષતા હતી.
શ્રી રમણભાઈના જવાથી તારાબેનનો એક જમણો હાથ કપાઈ ગયો એમ કહી શકાય, તેમને જીવનમાં કદી ન પુરી શકાય એવી ખોટ આવી પડી છે, પરમાત્મા તેમને શક્તિ આપે, તેમના અધુરા રહેલા કાર્યો પુર્ણ કરવાની જવાબદારી પ્રેમપૂર્વક સંભાળે એવી અંતરની પ્રાર્થના.
મનુષ્યના કાર્યમાં પત્ની અને બાળકોનો ફાળો ખુબ જ દાદ માગી લે છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org