________________
થત ઉપાસક રમણભાઈ
ચિત્ર “ઝંખનાનો દીવો' નામથી એમણે દોરેલું, જેની છાપેલી નકલો સમગ્ર ભારતમાં એ વખતે પહોંચી ગઈ હતી. તેઓ કવિતાની રચના પણ કરતા. બીજા એક ચિત્રકાર અંબાલાલ જોશી કવિ તરીકે પણ પ્રખ્યાત હતા. મોટે ભાગે છંદોબદ્ધ ગેય કવિતા લખાતી કે ગેય દેશીઓમાં રચના થતી. યુવાન કવિઓમાં સૌથી મોટું નામ કવિ મણિલાલ મોહનલાલનું હતું. તેઓ “પાદરાદર'ના ઉપનામથી કવિતાઓ લખતા. તેઓ પ્રસંગાનુસાર વર્ણનાત્મક રચના શીઘ્ર કવિની જેમ કરી શકતા. પોતાનું નામ મણિલાલ હોવાથી તેઓ દરેક કાવ્યમાં છેલ્લી પંક્તિઓમાં, જૂની શૈલી પ્રમાણે પોતાનું નામ શ્લેષથી ગૂંથી લઈ “મણિમય’ શબ્દ પ્રયોજતા. કવિ નાનાલાલ પોતાનાં પત્ની સાથે પાદરાકરના અતિથિ તરીકે રહેવા આવેલા. કવિ સુંદરમે “અર્વાચીન કવિતા'માં કવિ પાદરાકરની કવિતાનો પરિચય કરાવ્યો છે. પાદરાના હરદાસ કથાકારનું નામ પણ પંકાયું હતું. તેઓ માણભટ્ટ કથાકારની શૈલીએ કથા કરતા અને તેઓને ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણમાં છેક મદ્રાસ સુધીનું નિમંત્રણ મળતું. જ્યારે રેલ્વે નહોતી ત્યારે તેઓ પગપાળા કે ગાડામાં જતા. તેઓ જાતે પણ કવિ હોવાથી કથા કરતી વખતે કાવ્યપંક્તિઓ જોડતા.
પાદરા ત્યારે વિવિધ હુન્નરકળામાં પ્રખ્યાત હતું, પાદરાના હવાપાણી તંદુરસ્તી માટે વિખ્યાત હતાં એટલું જ નહિ પણ પાદરાના વૈદ્યો પણ એટલા જ સુપ્રસિદ્ધ હતા. નાડી પરીક્ષા અને ઔષધોના સારા જાણકાર એવા વૈદ્યોને ત્યાં દૂરદૂરથી દર્દીઓ દવાની પડીકીઓ લેવા આવતા અને કેટલાયે યુવાનો વૈદકશાસ્ત્ર શીખવા આવતા. પાદરામાં જ્યોતિષવિદ્યાના નિષ્ણાત જોશીઓ પણ હતા. પાદરામાં એક યતિજી શ્રી પ્રતાપવિજયજી થઈ ગયા. તેઓ જ્યોતિષના નિષ્ણાત હતા. એમણે મલ્હારરાવ ગાયકવાડને કહેલું કે તેમને ગાદી કયા દિવસે કેટલાક કલાકે મળશે અને તે પ્રમાણે તે સાચું પડેલું. વળી એમણે મલ્હારરાવને કહેલું કે એમના ભાગ્યમાં સાડાત્રણ વર્ષ અને સાત દિવસનો કારાવાસ લખાયેલો છે. બરાબર એ જ પ્રમાણે થયેલું.
ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાન્તિનાથ અને સંભવનાથનાં જિન મંદિરો છે. અચળેશ્વર મહાદેવનું મંદિર છે, વૈષ્ણવ મંદિરો છે, સ્વામિનારાયણનું મંદિર છે અને મસ્જિદ પણ છે. જેન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org