________________
શુત ઉપાસક રમણભાઈ
સયાજીરાવ ગાયકવાડના રાજમહેલ માટે પણ પાદરાની ખાદી જ ખરીદાતી, એટલું જ નહિ પણ સમગ્ર ગાયકવાડી રાજ્યની જુદી જુદી કચેરીઓ અને બીજી સંસ્થાઓ માટે પણ પાદરાની ખાદી વાપરવાનો જ રાજ્ય તરફથી હુકમ હતો. પાદરાનું રંગાટીકામ પણ પ્રશંસાપાત્ર બનેલું. રંગાટીકામ કરનાર છીપા અને ભાવસાર લોકોની અઢીસો જેટલી ભઠ્ઠીઓ અને એથી વધુ કંડો ત્યારે પાદરામાં હતાં. ડોટી ગજિયાના વણાટકામના વેપારમાં તે વખતે વ્રજલાલ સાકરચંદ અને વનમાળી સાકરચંદની પેઢી તથા લલ્લુભાઈ ગુલાબચંદની પેઢી જાણીતી હતી. કાપડની સાથે પાદરાનું દરજીનું કામ પણ વખણાતું. તે એટલી હદ સુધી કે ખુદ સયાજીરાવ ગાયકવાડ પોતે શરૂઆતના એ દિવસોમાં પોતાના અંગરખા સીવવા માટે પાદરાથી દરજીઓને રાજમહેલમાં બોલાવતા.
પાદરાનું મીઠું પાણી આરોગ્યની દૃષ્ટિએ સારું ગણાતું. મલ્હારરાવ ગાયકવાડ હંમેશાં પાદરાના અમુક કૂવાનું જ પાણી પીતા. તેઓ મદ્રાસ ગયા હતા ત્યારે પણ પાદરાના એ કૂવાનું પાણી મંગાવીને પીતા.
પાદરા પાસે ડબકા નામનું ગામ આવેલું છે. ત્યાં જંગલ જેવી ગીચ ઝાડીમાં વાઘ, વરુ જેવાં હિંસક પ્રાણીઓ રહેતાં. ડબકામાં મુકામ કરી સયાજીરાવ શિકાર માટે જંગલમાં જતા. એટલા માટે ડબકામાં એમણે મહેલ બંધાવેલો તથા શિકારખાનું રાખેલું. એમની સવારી જ્યારે વડોદરાથી ડબકા જવાની હોય ત્યારે તે પાદરા થઈને જતી. કોઈ કોઈ વાર તેઓ પાદરામાં થોડા કલાક આરામ કરતા. પાદરાના શામળભાઈ દેસાઈ (દલા દેસાઈના ભાઈ)ને સયાજીરાવ સાથે ગાઢ પરિચય થયેલો. શિકાર કરતી વખતે તેઓ બહાદુર શામળભાઈને પોતાની સાથે લઈ જતા. શામળભાઈએ જંગલમાં સયાજીરાવનો જાન ત્રણેક વખત બચાવેલો. એથી શામળભાઈને ઘરે મુકામ કરવાનો અને ક્યારેક પાપડી-ઊંધિયું ખાવાનો રિવાજ પડી ગયેલો. સયાજીરાવ ક્યારેક અંગ્રેજ મહેમાનોને પણ ડબકા લઈ જતા. ઇંગ્લેન્ડના રાજા સાતમા એડવર્ડ ભારતમાં આવેલા ત્યારે શિકાર માટે સયાજીરાવ એમને ડબકા લઈ ગયેલા. તે વખતે તેઓ બંનેએ પાદરામાં શામળભાઈના ઘરે અડધો દિવસ આરામ કરેલો.
કલાના ક્ષેત્રમાં પણ સંગીત, ચિત્ર અને કવિતા રચનાના રસિક પાદરામાં ઘણા હતા. શાસ્ત્રીય સંગીતના વર્ગો ચાલતા. બાલ ગાંધીનું નામ ત્યારે ચિત્રકાર તરીકે સમગ્ર ભારતમાં મશહૂર હતું. ગુલામીના બંધનમાં પડેલી ભારતમાતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org