________________
શુત ઉપાસક રમણભાઈ
બાપુજીના જીવન પર પડ્યા હતા.
બાપુજીના અક્ષર સ્વચ્છ અને મરોડદાર હતા. એટલે એમા પિતાશ્રીનો અનાજ અને રૂ-કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે નામું લખવાનું, રોજેરોજ ટપાલ લખવાનું કામ બાપુજીને સોપાતું. પોતાની યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકિટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટિશ હકુમત હતી અને બર્મા અને શ્રીલંકા, ભારતના એક ભાગરૂપ હતા. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓના નામ-સરનામા એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જઈ આવેલાં. એટલે જીવનના અંત સુધી કોઈ પણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓના અને મોટા વેપારીઓના નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનના ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય.પારસલમાં એ લખવા પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલેબોમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ કોઈ પણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલવે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશની-કડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ-ડેશના અવાજ પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે.
બાપુજીને પોતે કરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાક વખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઇ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે અપરિચિત નહોતું. પોતાના યુવાનીના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતોઃ Buying
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org