________________
ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે.
સ્નેહીશ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદ૨ અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યા અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંતઃક૨ણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારી ગણનો (મેરેથોન ગ્રુપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન ક૨વા અને ચિત્રોની સુંદ૨ ગોઠવણી કરી આપવા માટે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑફિસ સ્ટાફને તો કેમ ભૂલાય? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીનેતનતોડ મહેનતકરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર.
આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો. જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે.
આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી કરવી, જરાપણ ઉણપ કે કચાશ ન રહે, દરેક વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વિગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે.
આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતા રહ્યાં. તેમને કેમ ભૂલું ?
આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડૉ. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો-વિશેષત: બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદ૨ અને સન્માનની
Jain Education International
२१
For Private & Personal Use Only
www.jainelibrary.org