________________
૧ ૩૮
શ્રુત ઉપાસક રમણભાઈ
નામ લેખકે રશિયન ભાષાના શબ્દ પરથી ‘ક્રિતિકા' રાખ્યું છે.
રમણભાઈના અવસાનના સમાચાર ડલાસમાં રહેતા મારા પુત્ર નીરવને આપ્યા ત્યારે એણે રમણભાઈએ બાળપણમાં કરેલી માછલીની વાતનું સ્મરણ કર્યું. રમણભાઈ બાળકો સાથે જાતજાતની વાતો કરતા, મજા કરતા અને બાળકો. પણ તેમના આવવાની વાટ જોતા. આવા રમણભાઈ અમદાવાદમાં આવે ત્યારે મારે ત્યાં ઉતરતા. એ સમયે અમદાવાદના ઘણા સાક્ષરો એમને મળવા આવતા. ક્યારેક ઘેર નાની સાહિત્ય પરિષદ ભરાઈ જતી.
આગામી ત્રીજી ડિસેમ્બરે રમણભાઈ એંસીમા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. પણ તેઓ હંમેશાં એમ કહેતા કે જે કંઈ વાચ્યું-લખ્યું, તેનો મને પરમ સંતોષ છે. સીત્તેર વર્ષ પછીનું જીવન એ “બોનસ જ ગણાય. તેઓ એમના અંતિમ છેલ્લા બે દિવસ હૉસ્પિટલમાં હતા. બીજા દિવસે એમની તબિયત સુધારા પર હતી. કુટુંબના સહુ સભ્યોને તેમણે મોટા અવાજે નવકાર સંભળાવી ખૂબ આશીર્વાદ આપ્યા. તબિયત સુધરી હતી તેથી બીજે દિવસે સવારે ઘેર જવાની ડૉક્ટરે રજા આપી હતી. રાત્રે પણ એમનું ચિત્ત પ્રસન્ન હતું. ૨૪મીની વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તે તેમણે વિશિષ્ટ દિવ્ય દર્શન કર્યું, દેવી અનુભવ કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડ્યો.
આવા રમણભાઈના અવસાનથી જૈન સમાજે એક જીવંત ચેતનગ્રંથ ગુમાવ્યો છે. ગુજરાતી સાહિત્યએ અનેક દેશોનો પ્રવાસ ખેડનાર લેખકને વિદાય આપી છે અને અંગત રીતે મેં મારા પરિવારના મોભી ગુમાવ્યા છે.
* * વડીલ આ. તારાબેન,
પ્રણામ વડિલ પૂ. શ્રી રમણલાલ બાપા શાહનાં સાત પુસ્તકના સેટનું લોકાર્પણ છે, એ જાણી પ્રસન્નતા થાય એ સહજ છે. મારા મન અને એકાંતના શ્રાવણ દિવસો હોવાથી હું હાજરી આપવા અસમર્થ છું. પરંતુ આદરણીય રમણલાલ બાપાનો આ પ્રયાસ સૌ માટે પ્રસાદ બની રહે એવી પ્રભુ પ્રાર્થના અને શુભ કાર્ય માટે શુભેચ્છા પાઠવું છું. પુનઃ એક વાર પ્રસન્નતા અને રામ સ્મરણ સાથે, ચિત્રકૂટ ધામ,
|| મોરારી બાપુ તા. ૧-૬-૨૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org