________________
શ્રુત ઉપાસક રમણભાઈ
આપ્યું હતું અને તેઓ જાપાન ગયા હતા.
રમણભાઈના જીવનમાં રસરુચિના ક્ષેત્રો બદલાતા રહ્યા, પહેલાં સર્જનાત્મક સાહિત્યના સર્જનમાં જે રસ હતો તે પાછલા વર્ષોમાં ધર્મતત્ત્વજ્ઞાનમાં વહેવા લાગ્યો.
ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં તે૨થી પણ વધુ પુસ્તકો મળે છે. આ ઉપરાંત જીવનચરિત્ર, રેખાચરિત્ર અને એકાંકીઓ પણ એમણે લખ્યાં છે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ મંત્રી હતા અને એ નિમિત્તે લખાયેલા લેખો ‘જિનતત્ત્વ’(૧ થી ૮), ‘વંદનીય હૃદયસ્પર્શ’ (૧ થી ૩), પ્રભાવક સ્થવિરો’ (૧ થી ૧૦) અને ‘સાંપ્રત સહચિંતન’ (૧ થી ૧૪)ને નામે પ્રકાશિત થયા. તેઓ પૂજ્ય જંબૂવિજયજી અને આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાસે વાચના લેવા જતા હતા. ત્રણ કે ચાર દિવસ પૂજ્ય જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરવામાં આવતો. રમણભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ સંશોધક ડૉ. સરયૂબહેન મહેતાએ ‘શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ' વિશે મહાનિબંધ લખ્યો અને એમના માર્ગદર્શન હેઠળ છેલ્લે તૈયાર થયેલો મહાનિબંધ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' ૫૨ છે. આમ પ્રારંભ અને સમાપન શ્રીમદ્ રાજચંદ્રજીના વિષય પરના સંશોધનથી થયો, પણ એ ઉપરાંત વિવિધ વિષયો ૫૨ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી, જેમાં ચંદરાજાનો રાસ, ખંડકાવ્ય, સ્વામીનારાયણ સંપ્રદાય કે ભગવદ્ગીતા વિશે તૈયા૨ કરાવેલા મહાનિબંધોનો સમાવેશ થાય છે. તેઓ શોધાર્થીઓ માટે અઠવાડિયામાં એક દિવસ મુકરર કરી રાખતા. એક વિદ્યાર્થી આવે ને એ જાય એટલે બીજો વિદ્યાર્થી આવે. જાણે પીએચ.ડી.ના વર્ગો ચાલતા હોય ! મુંબઈમાં જૈનદર્શનના વિષયો લઈને જહેમતપૂર્વક મહાનિબંધ લખવાનું કાર્ય અત્યારે ખૂબ વેગથી ચાલી રહ્યું છે એના પ્રણેતા રમણભાઈ ગણાય.
રમણભાઈના સાહિત્ય વિવેચન વિષયક ગ્રંથોના નામ પણ લાક્ષણિક રહેતા. એમના પ્રથમ વિવેચન સંગ્રહનું નામ ‘પડિલેહા’ છે. પાકૃતભાષાના આ પારિભાષિક શબ્દનો અર્થ છે, સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ ક૨વો. એ જ રીતે એમનો બીજો વિવેચન સંગ્રહ ‘બંગાકુ-શુમિ’ જાપાની ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સાહિત્યમાં અભિરૂચિ. એમણે એમના ત્રીજા વિવેચન ગ્રંથનું
Jain Education International
૧૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org