________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા.
સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બોલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જોવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગસ્સનું રટણ કરતા. રોજ બસો લોગસ્સ બોલતા. સાંજે શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા,પણ આંગળીના વેઢે ગણતા. જ્યારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો.
આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી. એમા પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માણી ન હોય. એમના કાકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ-બત્રીસની ઉંમર સુધી એમણે આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઈંટોલા, મિયાંગામ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વરમાં એમની રૂની પેઢી હતી. ભરૂચના પારસી વખારીઆ કુટુંબનો સારો સાથ મળેલો. હાથ નીચે કેટલાયે ગુમાસ્તા કામ કરે, પરંતુ વેપારમાં મોટી ખોટ આવતાં બધું ગયું. ઘરબાર, જમીન, ઘરેણાં બધું ચોરાઈ ગયું. હાથેપગે થઈ ગયા. એમના પિતાશ્રી અમૃતલાલે પોતાના ચારે દીકરાને સલાહ આપેલી કે ‘ગામ છોડીને ચાલ્યા જજો. ગામમાં તમે સ્વમાનપૂર્વક રહી નહિ શકો. તમે શ્રીમંતાઈ અને શેઠાઈ ભોગવી છે. હવે નોકરી કરવાનો વખત આવ્યો છે. માટે ગામ છોડી જજો.’ ૧૯૩૭માં બાપુજીએ મુંબઈમાં આવી નોકરી સ્વીકારી અને અમારું કુટુંબ મુંબઈમાં આવીને વસ્યું.
પાંત્રીસી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા–બાપુજી એમ દસ જણ રહેતાં. ગુજરાન ચલાવવામાં છોકરાંઓને ભણાવવામાં એમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને
Jain Education International
૮ ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org