________________
ગ્રંથ તૈયાર ન કરશો અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્ય સંચય જ કરો.” વ્યક્તિની હયાતિમાં આવો | ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મ બંધ | માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યા.
આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા!!
પણ જૂઓ, વિધિની કેવી વિચિત્રતા! પૂ. સાહેબે જીવન પ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના પ્રબુદ્ધ જીવન'ના બે અંકો નવેમ્બર ૨૦૦૫ નો શ્રદ્ધાંજલિ” અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક, એ બન્ને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ'ના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્ય ઢંકાતા નથી. સ્મરણિકા “અંક' માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાંક લેખને સમય મર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાય. એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો, એટલે, “શ્રુત ઉપાસક ૨. ચી. શાહ ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ “શ્રુત ઉપાસક' ગ્રંથના પ્રેરણા સ્ત્રોત એ જિજ્ઞાપુજનો અને પૂ. સાહેબના ચાહકો છે.
પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણ સામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઉઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાંએ અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org