________________
શ્વત ઉપાસક રમણભાઈ
૬૧
મારા પિતાશ્રી | રમણલાલ ચી. શાહ
મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિ. સં. ૨૦૫૨ના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ) ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્બસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીર્ધાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નવું વર્ષની ઉંમર પછી તેમને બંને આંખો મોતિયો આવેલો તે ઉતરાવી લીધો હતો.) તેમને કાને બરાબર સંભળાય છે. માથે ટાલ પડી નથી. કેટલાક વખત પહેલાં કોઈ કોઈ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા, ચોકઠું કરાવેલું પણ પહેર્યું નહિ. વગરદાંતે, પેઢાં મજબુત થઈ ગયાં હોવાથી ખાઈ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગોવશાતું રાત્રે મોડા સૂવાનું થાય તો પણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શરીરમાં કોઈ બિમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પાઈલ્સ, અસ્થમા કે એવો કોઈ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલો આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મૂળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઈ હતી.
રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષા મંત્ર, નવકાર મંત્રનો છંદ, ગૌતમ સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થકરના ઓછામાં ઓછા પાંચ સ્તવનો ગાય છેઃ બે કે ત્રણ સ્તવન યશોવિજયજીના, એક આનંદઘનજીનું, એક દેવચંદ્રજીનું અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org