________________
શ્રત ઉપાસક રમણભાઈ
મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા બાપુજી ભરતભાઇને ત્યાં રહ્યા.
સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું “બા તમે ઓપરેશન કરાવો તો બરાબર દેખાશે.” એ દિવસોમાં ઓપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઓપરેશનમાં ચારેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઓપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે જોઇને પણ શું કામ છે ?' હું મારે શાંતિથી રહેવા માગું છું.” પછી તો બાને ડાયાબિટિશની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઓપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું. સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે.
આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાના ભાઈ ભરતભાઇને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જયાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી.
એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ.સ. ૧૯૭૫માં ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાન્તિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી. અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું.
બાનું જીવન એટલે સમ-વિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે.
એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org