________________
ચુત ઉપાસક રમણભાઈ
અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, ‘તમે જઈ આવો. મારું શરીર સારું છે. અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રિનાથ ગયા હતા.
બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને નાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ય રીતે બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણે શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એણે બીજાઓને એ વિશે વાત કરી.
તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પૌત્રવધૂ શીતલ એના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટર પનાલાલ પટરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે “બાપુજીએ દેહ છોડી દીધો છે!'
અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્ધમાં હતાં. ભરતભાઈ બદ્રીનાથ હતા. અગ્નિસંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારાં અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે !
બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે મહા મહિનામાં એક દિવસ અચાનક નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકતા નહોતાં. મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને મિત્ર શ્રી વસંતભાઈ ભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડ થોડી વાતચીત કરી શકેલા. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક-બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org