________________
‘રઘુવંશ’ના સુવિખ્યાત ઉદ્દ્ગારથી આરંભાતો પૂ. તારાબેન શાહનો લેખ રમણભાઈના, જીવનની ઘણી બધી નિર્ણાયક બાબતોનો સંસ્પર્શ કરાવે છે. ત્રેપન વર્ષના સહજીવન દરમિયાન પૂ. તારાબેને જે રીતે રમણભાઈને જોયા, જાણ્યા અને અનુભવ્યા તેને તેમણે બહુ સ્વસ્થતા, સંયમ તથા લાઘવ સાથે રજૂ કર્યા છે. આ પ્રમાણે પૂ. ૨મણભાઈ માટે તટસ્થભાવે કંઈ પણ લખવું એ એમના સંજોગોને ધ્યાનમાં લઈએ તો તારાબેન માટે બહુ અઘરી વાત હતી. પણ મક્કમ નિર્ધાર સાથે અને ચોક્કસ આશય તથા દૃષ્ટિકોણ સાથે તેમણે એ કામ પાર પાડ્યું છે. તેમની અભિવ્યક્તિમાં જેટલો સંયમ છે તેટલી જ સંવેદના છે. એમ કહીએ કે બંનેનો સુંદર સમન્વય છે. કહેવા જેવું બધું જ તેમણે કહ્યું છે. પણ તેમાં વિરલ સંયમ વરતાય છે. રમણભાઈના નિર્મમ પણ પ્રેમાળ વ્યક્તિત્વની સુંદ૨ તસવીર ઉપસતી અનુભવાય છે. એ લેખ વાંચીને તો એમ જ કહેવાનું મન થાય કે પૂ. રમણભાઈનું જીવનચરિત્ર લખવા માટે કોઈ અધિકારી વ્યક્તિ હોય તો તે તારાબેન જ છે. પણ એ તો એમની મરજીનો સવાલ છે. આ એક લેખમાં, ગાગરમાં સાગર સમાવીને તેમણે આપણને ઉપકૃત કર્યા છે.
જે રીતે પૂ. તારાબેનના, તે જ રીતે સૌ. બહેન શૈલજા તથા અમિતાભનાં લખાણોમાં પણ કૌટુમ્બિક જવાબદારી ઉપાડવામાં રમણભાઈ કેવા ખરા ઊતરે છે તથા તેમાં તેમના જીવનની વિશિષ્ટ ફિલસૂફી કેવી તો ઉપકારક બને છે તેની પ્રતીતિ થાય છે. જવાબદારી નિભાવીને પણ હળવા ફૂલ રહી શકાય, હસતા-રમતા પણ જિંદગી જીવી શકાય. અર્થપૂર્ણ રીતે જીવી શકાય એ વાત આ બંને ભાઈ-બહેનોના લખાણમાંથી જાણી શકાય છે. નાનકડા અર્ચિતે પણ પોતાના દાદાજી વિશે જે લાક્ષણિક રીતે કહ્યું છે કે તેમાં રમણભાઈની નિજી વિશિષ્ટતા પ્રગટ થાય છે.
રમણભાઈએ કૌટુમ્બિક જવાબદારી તો પૂરેપૂરી નિભાવી છે. પણ તેમને માટે તો વસુધા એ કુટુંબ હતી. તેથી તેમના સંપર્કમાં આવેલી પ્રત્યેક વ્યક્તિની તેમણે કાળજી લીધી હતી એવી વ્યક્તિ દ્વારા લખાયેલી પૂ. રમણભાઈની આ પ્રકારની કોઈ ને કોઈ ‘નિજી વિશિષ્ટતા' આ ગ્રંથના પ્રત્યેક લેખમાં તમને જોવા મળશે. કારણ પ્રત્યેક લેખકે પ્રત્યક્ષ પ્રમાણ સાથે પ્રસંગો દ્વારા રજૂઆત કરી છે. મોટા માણસોની વિશિષ્ટતા ક્યારેક ક્યારેક બહુ નજીવા, તુચ્છ જણાતા પ્રસંગોમાં પ્રગટ થતી હોય છે એ પ્રકારના ઘણાં પ્રસંગો તમને આ ગ્રંથમાંથી મળશે. અને
३३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org