________________
રમણભાઈને સાદર, સ્નેહપૂર્વક યાદ કર્યા છે. પાસપોર્ટની પાંખે' જેવાં તેમનાં અનેક ગ્રંથોના અનેક ચાહકો રહ્યા છે. તેવા પણ કેટલાક વાચકોએ તેમના પ્રિય લેખક વિશે લખ્યું છે.
જૈન ધર્મના ચૂસ્ત અનુયાયી પૂ. રમણભાઈ જૈન પરંપરાનું સમજણપૂર્વકનું અનુકરણ કરતા હતા. તેમણે જૈન ધર્મના તત્ત્વ તથા સત્ત્વને પિછાણ્યું હતું. તેઓ દિવસરાત તેને વિશેના ગ્રંથોના તથા તેના જાણકાર સાધુ-સાધ્વીઓના સત્સંગમાં રહેતા હતા. મોટા મોટા આચાર્યો, સ્થાનકવાસી મૂર્તિપૂજક અને અન્ય આચાર્યો અને સાધુસાધ્વી તેમના પ્રત્યે આદર ધરાવતા હતા. વર્તમાન સમયમાં ધર્મને કઈ રીતે પ્રબોધી શકાય તથા તેને કઈ રીતે વધારેમાં વધારે લોકો સુખી પહોંચાડી શકાય તેના ચિંતન-મનની સાથે તે માટેના પ્રયત્નોમાં ઉઘુક્ત રહેતા. તેમનાં પુસ્તકો, પ્રવાસ તથા પ્રવચનો દ્વારા તેઓ હજારો લોકોને પ્રભાવિત કરી શક્યા હતા. આમાં પ્રકાંડ વિદ્વાનોથી માંડીને સામાન્ય જન સુધીના અનેક માનવીઓ હતા. આ રીતે જૈન ધર્મના હિતચિંતક તરીકે સંપ્રદાયના લોકો તેમને ઓળખતા. મુ. તારાબેને નોંધ્યું છે તેમ તેઓ ગચ્છભેદ કે પંથભેદ રાખ્યા વિના બધા ફિરકાના અનુયાયીઓ તથા સાધુ-સાધ્વીઓ તેમના સંપર્કમાં રહેતા. અહીં આ ગ્રંથમાં માનનીય સાધુગણ તથા સાધ્વીજીના લેખો મોટી સંખ્યામાં છે તેનું કારણ એ જ કે તે સર્વે, સંસારી રમણભાઈની શ્રાવકતુલ્ય કામગીરીથી અત્યંત પ્રભાવિત હતા, સંતુષ્ટ હતા.
સમગ્રતયા વિચારીએ તો પૂ. રમણભાઈના વ્યક્તિત્વના વિભિન્ન પાસાંઓ આ ગ્રંથમાં રજૂ થયા છે. તે દ્વારા તેમનું એક સમૃદ્ધ તથા સંકુલ પણ મનોહારી ચિત્ર ઉપસે છે. અમને સંપાદકોને આ બધી સામગ્રી, ધ્યાનથી વારંવાર જોતાં એવું લાગ્યું કે આ તો ભવિષ્યમાં લખાનારી રમણભાઈની જીવનકથાની કાચી સામગ્રી છે. તેમના અંગત તથા જાહેર જીવનનો હિસાબ છે. કોઈ અધિકારી માણસ તેને આધારે જરૂર તેમનું ઉમદા જીવનચરિત્ર રચી શકે. અને અરિહંતની કૃપાથી તેમ જરૂર થશે. તેમ થાય ત્યાં સુધી તો રમણભાઈના આંતર-બાહ્ય વ્યક્તિત્વને ઉજાગર કરતો આ દળદાર ગ્રંથ પૂ. રમણભાઈના ચાહકો માટે જરૂર ઉપયોગી પૂરવાર થશે.
જે રીતે પૂ. રમણભાઈના ખુદના લખાણોમાંથી તેમના જીવન તથા વ્યક્તિત્વની એક તાસીર ઊભરે છે તેવી જ રીતે ત્વમેવ મ ન વ વિપ્રયોગ એ કાલિદાસના
३२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org