________________
ચુત ઉપાસક રમણભાઈ
૨ ૧
કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાણીમાંથી રાખ આપતા, જે તેઓ માથે ચડાવતા.
અમારું વતન પાદરા ગાયકવાડી રાજ્યના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ઘદૃષ્ટિવાળા, પ્રગતિશીલ રાજવી હતી. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ધોરણને લોકો “એકડિયું” કહેતા. પછી બીજી ચોપડી,” “ત્રીજી ચોપડી’ અને ‘ચોથી ચોપડી' એમ ધોરણના નામ બોલાતાં. અમારે એકડિયામાં વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા એમને ચકલી જેવું નાક હોવાને કારણે “ચકલી માસ્તર' કહેતા. તેઓ પોતે પણ પોતાને માટે “ચકલી માસ્તર તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું.
શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ એમ લાગે છે, કારણ કે પહેલા ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટ્યા પછી ઘરે ક્યારેય ભણવાનું રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઈ રિવાજ નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંક બોલી જવાની પદ્ધતિ હતી.
અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોંશિયાર તો હતો જ, પણ એના કાકા શાળામાં શિક્ષક હતા. એટલે તેનો પહેલો નંબર જ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિશેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org