________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪૭૯
ગમતાં ગુલાબનાં ફૂલમાં નૈસર્ગિક સુગંધ, સુંદરતા અને સુકુમારતા એકસાથે સાહજીક રીતે અનુભવાય છે. પણ જો આ બધાંને વેડફવાની કોશિશ કોઈ કરે તો અણગમતા કાંટાય વાગે તો પણ એ ગમે. એ મુજબ માનવતાથી મહેંકતું અને સાત્વિક સ્નેહથી સદાય ધબકતું સુકુમાર હૃદય ધરાવતા સર પાસે કોલેજીયનોને અણગમતું કડક શિસ્ત હોવા છતાં હંમેશાં વિદ્યાર્થીઓમાં તેઓ અત્યંત આદરણીય હતા.
કૉલેજ ઉપરાંત ભવન્સમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ અમે વિદ્યાર્થી મિત્રો નિયમિત જતાં. વ્યાખ્યાનો સાંભળી–નોંધ કરીએ અને પૂરું કે અમે કૉલેજ જવા માટે હૉલની બહાર નીકળીએ ત્યાં મુખ્ય દરવાજે પ્રસન્ન ચિત્તે અનેકને મળતા-વાતો કરતા સૌમ્યમૂર્તિ સર ઊભા જ હોય. મળનારાઓની સંખ્યા થોડીવારમાં ઓછી થાય અને અમે પૂછીએ, “સર, અમે દરિયાની બાજુએથી ચાલતાં કૉલેજ જઈએ છીએ. તમને સમય હોય તો આજનાં વ્યાખ્યાનની થોડીક વાતો કરવી છે.' સર સહજ હસતાં હસતાં કહે, “હું પણ તમારી સાથે આવું છું.' તેઓ ધારે તો કારમાં જઈ શકે પણ આ પિતા જેવા પ્રેમાળ શિક્ષક અને શરીરને ખૂબ કરી ચૂકેલા મેજર અમારી સાથે ચાલતાં, મુક્ત મને વાતો કરતા જાય અને વચ્ચે વચ્ચે મિત્રભાવે ટીખળ કરી હસાવતા પણ જાય. પાછા, અમારા પ્રશ્નોના સરળતાથી જવાબ પણ આપતા જાય. ચોપાટી પાસે ઘર આવે ત્યારે અચૂક થોભે અને “મારી સાથે ઘેર જમવા આવો.” એવું ભાવભર્યું આમંત્રણ પણ આપે. અમે સમય જોઈને, એમનો આભાર માનીને કોલેજ જલ્દીથી જઈએ. (પછીથી વાલકેશ્વરનાં ઘરમાં ઘણી વખત જવાનું થયું છે.)
વ્યાખ્યાનમાળાનો આવો અમારો ક્રમ પણ ઘણાં વરસ સુધી રહ્યો. કલાસ કે યુનિવર્સિટીની બહાર પર્યુષણનાં એક જુદાં જ પવિત્ર વાતાવરણમાં સર અને તેમણે નિમંત્રેલા વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનોને આત્મસાત કરવાનો અને પછી દરિયાની ખુલ્લી હવામાં મિત્રોની માફક મોકળે મને હસતાં ટીખળ કરતાં, વાતો કરતાં, ચાલતાં-અજાણ્યે પણ શીખતાં–આ અનોખો લ્હાવો પણ અમને ખૂબ મળ્યો છે.
વર્ષો પછી કૉલેજમાં અધ્યાપનનું કામ શરૂ કર્યું ત્યારે સમજાયું કે સર પાસેથી આમ સાવ સહજ રીતે મળેલું જ્ઞાનનું ભાથું કેટલું મહામૂલું છે! વિદ્યાર્થીકાળમાં એન.સી.સી. કેડેટ તરીકે કે સેઈન્ટ જ્હોન્સની રેડ ક્રોસ સોસાયટીની ફર્સ્ટ એઈડની તાલીમનાં વર્ષો દરમ્યાન સર પાસેથી મને જે જરૂરી માર્ગદર્શન મળ્યું છે તેને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org