________________
શ્રુત ઉપાસક રમણભાઈ
કષિ તુલ્ય વ્યક્તિત્વ આપણા રમણભાઈ
| ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર. જી. તા. ૧૬ નવે. ૨૦૦૫ : તંત્રીલેખ)
ડૉ. રમણલાલ ચી. શાહ તા. ૨૪-૧૦-૨૦૦૫ના પ્રાત:કાળે શાંત થયા. પૂ. રમણભાઈ શાહ તા. ૨૪-૧૦-૨૦૦૫ના બ્રાહ્મ મુહૂર્ત અરિહંતશરણ થયા. પરમ પૂજ્ય રમણભાઈ તા. ૨૪-૧૦-૨૦૦૫ના ૩-૫૦ના પરમ શાંતિ પામ્યા.
શું શું સંભારું ? ને શી શી પૂજું પૂણ્ય વિભૂતિ યે ? પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.
-કવિ નહાનાલાલ વિધિની કેવી વિચિત્રતા ! “પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા બે અંકમાં બે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપતા આપણા પૂ. રમણભાઈએ લેખો લખ્યા, પછી આજે મારે એઓશ્રી વિશે જ શ્રદ્ધાંજલિ લેખ લખવો પડે છે! ત્રણ પળ, ત્રણ કલાક, ત્રણ દિવસ, કે ત્રણ મહિના, ને ત્રણ લોક, જાણે એઓશ્રીને જ ત્રણનો આંકડો પૂરો કરવો હોય. ભૂત અને વર્તમાનકાળના તો એઓ જ્ઞાતા હતા જ, પણ જ્ઞાન સમૃદ્ધ ભવિષ્યકાળના જ્ઞાન તરફ એમની ગતિ હતી જ.
આજથી બે મહિના પૂર્વે એઓશ્રીએ મને કહેલું કે “હવે ડિસેમ્બર પછી તંત્રી લેખ તમારે લખવાનો છે,' આમ મને ધીરે ધીરે બધું સોંપતા ગયા, તે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા સુધી. એઓ “જાણી ગયા હતા, એટલે જ ધીરે ધીરે બધું છોડતા ગયા હતા. પાર્થિવ અને અપાર્થિવ.
ચારેક મહિના પહેલાં સંઘે નિર્ણય કર્યો કે રમણભાઈના વિપુલ સાહિત્ય ભંડારમાંથી કેટલાંક લેખો પસંદ કરી જુદા જુદા વિષય ઉપર પાંચ ગ્રંથો તેયાર કરવા. આ કાર્ય માટે એઓશ્રીની સંમતિથી પ્રા. જશવંત શેખડીવાળાને અમે વિનંતિ કરી, જે એઓશ્રીએ સ્વીકારી અને પ્રત્યેક ગ્રંથ માટે અલગ વિદ્વાન સંપાદકો ડો. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરી. રમણભાઈની સુવાસ એવી કે સર્વ વિદ્વાન મહાનુભાવોએ એ સ્વીકારતા આ કાર્ય માટે પોતાને સદ્ભાગી માન્યા. શીર્ષક નક્કી કર્યું “ડૉ. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ-ગ્રંથ ૧ થી ૫.” આ કાર્ય કેટલું આગળ વધ્યું એ હું એઓશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org