________________
૫૧
શ્રુત ઉપાસક રમણભાઈ કરતાં સ્ત્રી બહુ જબરી હોય. ગામમાં ઇરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજે ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા.
એક વખત ગામમાં અફવા ઊડી કે એક ઇરાની નાના છોકરાને કોથળામાં નાખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવધ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાવરવાળી સ્કૂલમાં ભણતો. આખી બાંયનું ખમીસ, અડધું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફ્તરની થેલી રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેરેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઇને, ટૂંકા નિર્જન રસ્તે અમે જતા. ઇરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઇને ઝંડા બજારના રસ્તે ઘરે આવવું. કોઈ ઇરાની દેખાય તો દોડી જવું. બાની આ સૂચના દિવસો સુધી અમે પાળી હતી.
શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઇને પોતાના પિયરમાં ઓડ ગામે જતી. ત્યાં એમની બે બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમના માતાપિતા-ઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતા. એ દિવસોમાં પગે ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટૂંક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં બેસી આણંદ ઊતરતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધરાવાળી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કણભાઈપરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતાં જ અમારે મોસાળના ઘરે જવાનું રહેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. રેલવેમાં પણ ડબ્બા અડધા ખાલી હોય. જ્યાં સારા માણસો હોય અને બારી પાસેની બેઠક મળે એ ડબ્બો પસંદ કરાતો કે જેથી મહી નદીનાં દર્શન થાય. બા મહીસાગરમાં પૈસો નાખવાનું અમને અચૂક કહેતાં. ટ્રેનમાંથી નીચે નદીના પટમાં ચાલતા માણસો કેટલા નાના લાગે તે બા અમને બતાવતાં. એ દૃશ્ય હજુ પણ યાદ છે. મોસાળમાં જઇએ ત્યારે ખેતરોમાં જઇને આંબલી, રાયણાં, જાંબુ, જામફળ, કાચી કેરી વગેરે પથ્થરથી પાડીને અમે ખાતાં. ઘર માટે તુવરની સીંગો તોડી લાવતા. કોઈ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org