SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રત ઉપાસક રમણભાઈ રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠે–બાપાએ ચારે દીકરાઓને લખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધી હતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ. વહેંચણીમાં માત્ર ઘર વખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં તપેલી, થાળી વાટકા વગેરે તાંબા પિત્તળનાં વાસણો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીના માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સરખી સરખી વસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ લાવીને મૂકીએ. વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માગે નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, “તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઇઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે છે.” પિતાજી કહેતા, “આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઇ જઇને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપણને અન્યાય થાય છે એ હું સમજું છું પણ મને જે મળે એમાં સંતોષ છે. આજે આટલે વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતાજી કશું બોલે નહિ, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે. અને પછી એકાંત મળતાં બા–બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે. અમે નાના હતા ત્યારે ઇરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદરામાં ઇરાનીઓ આવી ચડ્યા. ગામને પાદર તંબૂ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચણ્યું, કાતર વગેરે ઓજારો વેચવા બેસતા. હોંશિયાર જબરા માણસો બરાબર ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઇરાનીઓ ગોરા અને તેમાં પુરુષો પાટલૂન અને સ્ત્રીઓ ક્રોક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ લટકતી રાખતી. પુરુષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy