________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૯
ચમત્કારિક ઘટનાઓ કાકતાલીય ન્યાયે આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં તપાસીએ તો તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અને એ જાણનારા સર્વ કોઈ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં એવી પણ કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે.
મારા જીવનમાં શ્રી મણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી અનાયાસ રહ્યું છે. (ત્યાર પછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અહીં શ્રી મણિભદ્રવીરના અનુભવો મને બાલ્યકાળમાં જે થયા હતા તે વિશે થોડીક વાત કરીશ.
ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં મારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો છે. પાદરામાં શ્રી માણિભદ્રવીરનું જૂ સ્થાનક હતું. પાદરામાં ત્યારે જેનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી. જેનોનો વસવાટ મુખ્યત્વે, નવધરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો, લોકો એકંદરે બહુ સુખી હતા અને જાહોજલાલીનો એ કાળ હતો. દેરાસરી નામની શેરીમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ઊંચા શિખરવાળું લગભગ બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવધરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય હતો. (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં, હવાની અવરજવર ન રહી હેવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું.
મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ સ્થાનકમાં રહેતા શ્રી ઘનરાજજી નામના મારવાડી યતિને જોયેલા.(પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.) યતિ આહારશોચાદિ માટે બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના એક વિશાળ ઓરડાના એક ભાગમાં. તેઓ આરાધના કરતા. કાળી ચૌદસની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી. પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org