________________
શ્રુત ઉપાસક રમણભાઈ
કમાલ છે, આ તારા સર, રમણ...લા...લ
ન પ્રો. ડૉ. દિનેશ હ. ભટ્ટ
૨૮૪
‘કમાલ છે, આ તારા રમણ...લા...લ...!'
‘જા દીકરા...હવે તારી થિસિસને વાંધો આવે જ નહીં...અને આ રમણલાલ શાહ જેવા ‘મુંબઈ યુનિવર્સિટી'માં ‘ગાઈડ’ હશે ત્યાં સુધી યુનિવર્સિટીનો ગઢ સહીસલામત છે...અને રાજાબાઈ ટાવર ગૌરવપૂર્વક અડીખમ ઊભો રહી શકશે...'
વર્ષો પહેલાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુર્જર નાટ્યવિદ્ સ્વ. ચંદ્રવદન સી. મહેતાના આ શબ્દો આજે પણ એટલા જ સાર્થક અને પ્રસ્તુત જણાય છે.
લગભગ ૧૯૬૩-૬૪ ની સાલની આ વાત છે. ત્યારે હું પ્રાર્થના સમાજ ૫૨ આવેલી લીલાવતી (કબુબાઈ) લાલજી દયાળ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કરાવતો હતો, સાથે સાથે ‘વિજય મિત્ર મંડળ’ ‘ટીચર્સ ટ્રેનિંગ એકાદમી', આઈ.એન.ટી. અને ‘રંગભૂમિ’ જેવી સંસ્થાઓમાં થોડીક નાટ્યપ્રવૃત્તિ પણ કરતો હતો...નાટકો કરતા કરતા રંગભૂમિ વિશે કંઈક નક્કર અને ચિરંજીવી કાર્ય કરવાનું વિચારતો હતો.
એ સમયે કદાચ મુંબઈ યુનિવર્સિટીમાં હજી ‘ગુજરાતી ડિપાર્ટમેન્ટ'નો પ્રારંભ થયો હતો. મુંબઈની સર્વોચ્ચ ગણાતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક ડૉ. રમણભાઈ શાહ સંશોધન વિભાગના ‘ગાઈડ'-માર્ગદર્શક નિમાયા હતા. આવા મોટા માણસનો સંપર્ક સાધવો એ પણ મારે માટે મુશ્કેલ કામ હતું. પરંતુ મારા મિત્ર પ્રો. કાન્તાબેન ઠક્કર અત્યારે મારાં પત્ની મને સહાયરૂપ થયા. તેમણે પ્રો. ડૉ. રમણભાઇને મારા વિષે વાત કરી. મુ. રમણભાઈએ ખૂબ જ ગંભીરતાથી તેમને કહ્યું,
‘મારે એવી વ્યક્તિ જોઇએ, જે શરૂઆત કરી અટકી ન જાય, પ્રારંભે શૂરા ન હોય...પણ એક સાધકની જેમ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ઊંડાણથી અભ્યાસ કરી, સંશોધન કરે. ફરી ફરી લખવું પડે, વારંવાર ગ્રંથો જોવા પડે તોપણ થાકે નહીં, અને મારો સમય બગાડે નહીં...કારણકે મારે બીજાં ઘણાં કામ કરવાના હોય છે. અન્ય વિદ્યાર્થીઓને પણ સમય આપવાનો હોય છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org