________________
ડૉ. રમણલાલ ચી. શાહ' શીર્ષક નક્કી કરેલું, પછી શ્રી ધનવંતભાઈ, મુ. તારાબેન તથા સંપાદકોને લાગ્યું કે પૂ. રમણભાઈ માટે “શ્રુતઉપાસક” શબ્દયુગ્મ વધારે અનુરૂપ છે. આ ગ્રંથમાં “પ્રબુદ્ધ જીવનમાં આવેલા લેખો ઉપરાંત અન્ય વધારાના જે લેખો આવ્યા હતા તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રમણભાઈનો સર્વાગી પરિચય કરાવવાનો આશય રાખ્યો છે તેથી એવું લાગ્યું કે તેમણે પોતાની તથા પોતાના સ્વજનોની વાત કરી હોય એવા પણ થોડાક લેખો ઉમેરવા તેથી એ દૃષ્ટિએ શ્રી મણિભદ્રવીરની સહાય”, “આઝાદીની લડત', બેરરથી બ્રિગેડિયર', “મારા માતુશ્રી”, “મારા પિતાશ્રી’, ‘પિતાશ્રીની ચિરવિદાય' એ પૂ. રમણભાઈએ લખેલા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી રમણભાઈની ઓળખ તેમના જ શબ્દોમાં મળે છે.
પૂ. રમણભાઈ માટે “શ્રતઉપાસક' વિશેષણ અનેક રીતે યથાર્થ ઠરે છે. આપણે ત્યાં સામાન્ય રીતે જેમની બોલબાલા હોય છે તેવા પોથી પંડિત તેઓ નહોતા. પણ ખરા અર્થમાં બહુશ્રુત વિદ્વાન હતા. બહોળું વાંચન કરનાર well read લેખકો, વક્તાઓ તો ઘણા હોય પણ જ્ઞાન જેમણે પચાવ્યું હોય અને એ જ્ઞાનનો બોજો લઈને ન ફરતા હોય, અનેરી કોઠાસૂઝ ધરાવતા હોય એવા “જાણતલ જૂજ હોય છે. રમણભાઈ તેમાંના એક છે. ગુરુ-શિષ્યની આપણી ઉમદા પરંપરામાં શ્રુતજ્ઞાનનો મહિમા અધિક છે. “મુખોપમુખ' તથા કર્ણોપકર્ણ' જે જ્ઞાન સચવાયું હોય એ ચિરંજીવી રહેવા સર્જાયેલું છે. ભારત મુનિનું નાટ્યશાસ્ત્ર' સ્વયં નટરાજ શિવમુખે તેમણે સાંભળ્યું અને તેમણે તેને ગ્રંથસ્થ કર્યું એવી લોકમાન્યતા છે. ભગવદ્ગીતા પણ સ્વયં કૃષ્ણ મુખે કહેવાયેલી આચારસંહિતા છે. પરોક્ષ જ્ઞાન કરતાં પ્રત્યક્ષ જ્ઞાન વધારે સ્વીકૃત હોય છે. આ પ્રકારના જ્ઞાનને જે આરાધે છે તે ખરા અર્થમાં વિદ્વતાને વરે છે. પૂ. રમણભાઈના લખાણોમાં, વ્યાખ્યાનોમાં, વાણી-વિચાર વર્તણુંકમાં તેમની જીવનપ્રીતિ તેમજ તત્ત્વને પામવાની મથામણ દેખાઈ આવે છે. કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે સંસ્કૃતિ તો સળગતા કોયલા જેવી છે. એને જલતી રાખવા માટે રાખ ખંખેરતા રહેવું પડે છે. જેન ધર્મને અનુષંગે રમણભાઈએ આ કામ કર્યું છે. તેમણે જૈન ધર્મના સત્ત્વને પીછાયું હતું. મૂળ તત્વને જાણી–પ્રમાણીને તેમણે સાદી, સરળ પણ વેધક ભાષામાં રજૂ કર્યું. તેથી એક તરફ સામાન્ય જનને પણ તેમની વાત સ્પર્શી જતી હતી તો બીજી તરફ વિદ્ધ સાધુ સમાજમાં પણ તેમની બોલબાલા હતી. અહીં આ ગ્રંથમાં સર્વ
२६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org