________________
કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ગુજરાતી ભાષા-સાહિત્યનાં સામયિકો તથા પત્રોમાં તેણે એક આગવી ઓળખ ઊભી કરી. મુ. રમણભાઈ વિદ્વાન વિવેચક, ઉમદા સર્જક તથા સન્માનનીય અધ્યાપક તો હતા જ પણ ‘પ્રબુદ્ધ જીવન'ને સંદર્ભે તેઓ એક ઉચ્ચ કક્ષાના પત્રકાર પણ પૂરવાર થયા છે. તેમણે કારકિર્દીની શરૂઆત પણ પત્રકાર તરીકે કરેલી. તેથી જ તેની તાલીમ તેમને લેખન તથા સંપાદનમાં લેખે લાગી છે. આ ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ તેમણે પોતાના જેવા જ અધિકારી અને અનુભવી, વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ધનવંત તિ. શાહને પોતાની હયાતી તથા ઉપસ્થિતિમાં સોંપ્યું. તે જ રીતે પર્યુષણ જૈન વ્યાખ્યાનમાળાનું આયોજન પણ તેમને સોંપ્યું. આમાં તેમની સૂઝ તથા વ્યવહારકુશળતાનાં દર્શન થાય છે.
પોતાના ગુરુજનની અપેક્ષાને અનુરૂપ ધનવંતભાઈએ ‘પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સંભાળી લીધું. તેમજ તેની અસરકારક કામગીરી પણ શરૂ કરી. પણ પૂ. રમણભાઈની ઉપસ્થિતિ તથા પ્રત્યક્ષ દોરવણીનો લાભ તેમને ઝાઝો વખત મળ્યો નહિ. પૂ. રમણભાઈની અચાનક વિદાયથી તેમના અસંખ્ય ચાહકો જ નહીં, ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તથા વાચકો સહુ સંક્ષુબ્ધ બન્યા. જોવાની વાત એ છે કે ધનવંતભાઈએ બહુ જ ઓછા સમયમાં, કહીએ કે ગણતરીના દિવસોમાં જ ઉપરાઉપરી ‘પ્રબુદ્ધ જીવન'ના બે અંકોમાં પોતે તો ઉમદા તંત્રીલેખ લખ્યા જ પણ અન્ય અધિકારી અનેક વિદ્વાનો તથા મોટી સંખ્યાના ચાહકો પાસે ટૂંકા સમયમાં લેખો મેળવી ૧૬ જાન્યુઆરી ૨૦૦૬નો ૧૨૪ પાનાંનો દળદાર અંક ‘ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' તરીકે પ્રસિદ્ધ કર્યો. કોઈ તંત્રી ભાગ્યે જ આવો પડકાર ઝીલી શકે. ધનવંતભાઈએ તે ઝીલ્યો અને તેને ફળદાયી બનાવ્યો.
વિવિધ પત્રો તથા શોક સંદેશાઓને ગણતરીમાં લઇએ તો લગભગ બસો ઉપરાંત રમણભાઈના ચાહકોએ પોતાના ભાવાત્મક વિચારોને વાચા આપી છે.
એ રીતે ‘સ્મરણાંજલિ સંપુટ' એ રમણભાઈ વિશેનો અદ્ભૂત અને જાળવી રાખવા જેવો અંક બન્યો છે. તેથી ઉચિત રીતે જ ‘શ્રી જૈન યુવક સંઘ’ની કાર્યવાહક સમિતિએ આ બધા લેખોને ગ્રંથરૂપે રજૂ કરીને ‘ડૉ. રમણભાઈ ચી. શાહ સાહિત્ય સૌરભ'માં તેનો સમાવેશ ક૨વાનો નિર્ણય કર્યો. ‘શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ’ ગ્રંથ એ તેનું જ પરિણામ છે. આરંભમાં આ ગ્રંથનું શીર્ષક ‘મંગલમૂર્તિ
२५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org