________________
શ્રત ઉપાસક રમણભાઈ
વાત કરી. કીકાભાઈએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય ઘેર બેઠાં મનીઓર્ડરથી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઈએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાના બેત્રણ ટ્યુશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘરકામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઈમાં ટકી ગયું. દસ બાય વીસની રૂમમાં કુટુંબનાં અમે દસ સભ્યો રહેતા. અમે ભાઈબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવા વગેરે પ્રકારના પરચુરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઇઓએ ભણવાનું છોડી ચૌદ-પંદર વર્ષની નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજી વિશ્વયુદ્ધ વખતે મુંબઈ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઈઓ મુંબઈમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઈ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા.
વિશ્વયુદ્ધનો મુંબઈ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઈ આવીને રહેવા લાગ્યું. ઈ. સ. ૧૯૩૬ થી ૧૯૪૮ સુધી એમ બાર વર્ષ સુધી પિતાશ્રી અને મારા બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાત ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બીજા બે ભાઈઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઈક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઈ. એક પછી એક ભાઈઓના લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાં અને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું.
પિતાશ્રી અને અમે છ ભાઈ અને બે બહેનોના પરિવારના સભ્યોની સંખ્યા હવે સો ઉપર નીકળી ગઈ. ત્રીજી પેઢીનાં સંતાનો પણ હવે વ્યવસાયે લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી હવે અમેરિકા, સિંગાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે દેશ-વિદેશોમાં આવેલાં કુટુંબનાં ઘણાં મોટાં ઘર થઈ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ઘણાં વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવવામાંથી રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org