________________
પ૦૨
શ્રુત ઉપાસક રમણભાઈ
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ અને રમણભાઈ
| પ્રધુમનભાઈભાંખરીયા અને ગૌતમભાઈ એ. શાહ શ્રી રમણભાઈએ આ મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે ઘણાં વર્ષો સુધી યશસ્વી અને કિંમતી સેવા અર્પલ છે. આ મંડળની સ્થાપના યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ આજથી નવ દાયકા પહેલાં કરી હતી. મંડળનું મુખ્ય ધ્યેય સૂરીશ્વરજીએ લખેલ ૧૦૮ ગ્રન્થોનું પ્રકાશન અને તેમના સાહિત્યનો પ્રચાર કરવાનું હતું, જે સૂરીશ્વરજીના વિદ્વાન સામાજીક ભક્તો-કાર્યકરોએ ઉપાડી લીધું હતું.
વીજાપુર, મહુડી, પાદરાના મુખ્ય સ્થાનોથી આ કાર્ય વેગપૂર્વક ચાલી રહ્યું હતું. પાદરા નિવાસી શ્રી રમણભાઈનું કુટુંબ પણ સુરીશ્વરજીનું ભક્ત હતું. શ્રી રમણભાઈ આ સંસ્થામાં સંવત ૧૯૬૩ ની સાલમાં માનદ્ મંત્રી તરીકે જોડાયા અને તેમણે આ કાર્ય ઘણી ચીવટપૂર્વક સંભાળી લીધું. શ્રી મનસુખલાલ તારાચંદ, મણીલાલ પાદરાકર, લલ્લુભાઈ કરમચંદ દલાલ અને ભાંખરીઆ પોપટલાલ જેવા વિદ્વાન સાહિત્યકારો અને કાર્યકરોના સાથ અને સહકાર સાથે ગ્રન્થોનું પનર્મુદ્રણ અને પ્રચારનું કાર્ય સરસ રીતે ઉપાડી લીધું અને સંવત ૧૯૭૪ ની સાલમાં શ્રી રમણભાઈએ આ મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકેની જવાબદારી ભર્યો હોદ્દો સ્વીકાર્યો, જે તેમણે દીર્ધકાળ સુધી કુશળતાપૂર્વક સંભાળ્યો. ૭૦ વર્ષે તેમણે પ્રમુખનો હોદ્દો છોડવાનો આગ્રહ રાખ્યો. પણ અમને તે મંજુર નહોતું.
બુદ્ધિસાગર સૂરીશ્વરજીની વર્ષોવર્ષ ઉજવાતી જયંતિના પ્રસંગે વિદ્વાન સાહિત્યકાર સાક્ષરોને નિમંત્રણ આપતા અને સૂરીશ્વરજીના આચાર્ય સાધુ-સમુદાયની નિશ્રામાં ઉજવણી થતી અને તેઓ પણ આચાર્યશ્રીના જીવન અને કવન પર વિચારણીય પ્રવચન આપી સમગ્ર સમારંભને દીપાવતા. - આચાર્યશ્રીની સુવર્ણ જયંતી પ્રસંગે સુરીશ્વરજીનાં પુસ્તકોના વેચાણનું કેન્દ્ર મહુડી મધ્યે કરી, “અધ્યાત્મ હોલ'ના તેમજ આચાર્યશ્રીના ફોટાના ઉદ્ઘાટનનો સમારંભ યોજાયો હતો. આ સમારંભને સફળ બનાવવા માટે માનદ્ મંત્રીઓ શ્રી પોપટલાલ પાદરાકર અને શ્રી પ્રદ્યુમ્નભાઈ ભાંખરીયા તેમજ અન્ય કાર્યકરો મહુડી મુકામે જઈને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શ્રી રમણભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org