________________
૫૮
શ્વત ઉપાસક રમણભાઈ.
એક દિવસ સાંજે અમે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યાં. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે ગરમી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલાવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઇએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. બાના કપડાં પલળ્યાં અને પથારી પણ પલળી. “આવું કરાય ?' એવો અમે પ્રમોદભાઇને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યાં કે એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડ્યું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને માથે ગરમી ચઢી ગઈ હતી.'
અમને થયું કે સંભવ છે કે બાનું બ્લડપ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તરત બ્લડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ. વળી બાને એવું પછી કેટલાંક વર્ષ સુધી થયું નહોતું. એટલે ત્યારે એ ચિંતાનો વિષય નહોતો.
અમારું કુટુંબ સાધારણ સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય તે દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮-૨૦ વર્ષની ઉમરે લગ્ન થતાં. અમારા સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ર૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વયે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઈન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈલગ્ન થઈ ગયાં.
મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય થયો. એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કોલેજમાં સહાધ્યાયિની, મુંબઈની સોફાયા કોલેજનાં અધ્યાપિકા તારાબહેનની એમના પિતા તરફથી દરખાસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org