________________
શ્રુત ઉપાસક રમણભાઈ મિયાંગામ, પાલેજ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમાં જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે કપાસિયાનો વેપાર પણ ચાલુ થયો.જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓ વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડાં અને સોનાના કંદોરા પહેરતાં થઈ ગયાં હતાં. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઈના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને ત્યાં તરત આવી જતી. એ જમાનામાં બૅન્કોની વ્યવસ્થા થઈ નહોતી. શરાફી પેઢીઓ ચાલતી. પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિનાં માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથ પાછો ફરે જ નહિ. દેવાદારોનાં દેવાં તેઓ માફ કરી દેતા, અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી જ તેમનું નામ ‘લહેરી શેઠ' પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણા માણસો આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોના ઘરે ચા આવી હતી. ખાસ મુંબઈથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતાં. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવામાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા.
લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યક્તિોના પરિચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘદ્રષ્ટિથી કોઈ
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org