________________
પોતાનો વિકાસ ઘણો થયો.‘ પ્રબુદ્ધ જીવન'ના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્ય વિકાસમાં મદદરૂપ થયો. કરૂણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં કયાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી.
યુવક સંઘમાં ‘દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ'માં છપાયેલાં તેમના જૈનધર્મ વિષયક પુસ્તકો, ‘પ્રબુદ્ધ જીવન', જેન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યા. જેથી તેમનો પ્રશંસક વર્ગ અને તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. જૈન યુવક સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે.
આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અમે અનુભવીએ છીએ.
આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદ્ભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભા૨થી તે સહુને અમારું મસ્તક નમે છે.
કોનો કોનો આભાર માનું?
સહુ પ્રથમ આભાર પરમહિતકારી પરમાત્માનો જેણે મારાં પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારાં આવાં સ્નેહીજનો આપ્યાં.
આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષતઃ વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ-શ્રી રસિકલાલ લહે૨ચંદ શાહ, ઉપપ્રમુખ-શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ-શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ
Jain Education International
१९
For Private & Personal Use Only
www.jainelibrary.org