________________
બસોથી અધિક લોકોએ વત્તા, ઓછા શબ્દોમાં જે કંઈ વાત કરી છે તથા જે રીતે વાત કરી છે તેમાં રમણભાઈનું જીવનદર્શન તથા ધર્મદર્શન પ્રગટ થાય છે. પ્રત્યેક ધર્મમાં હોય છે તેમ જૈન ધર્મમાં પણ અનેક પંથો, ફિરકાઓ છે. એમાં કવચિત ઉગ્ર વિરોધ તથા વિતંડાવાદ પણ છે. રમણભાઈ એ બધાથી પર રહીને પ્રબુદ્ધ જૈન બનીને જે પ્રબુદ્ધ જીવન જીવી ગયા છે તેમાં તેમના ઉમદા, માનવીય, ગુણોનો સંસ્પર્શ અનુભવ્યો છે તેથી જ તેનાથી પ્રભાવિત થઈને જ તેમના વિશે લખવા તેઓ પ્રેરાયા છે.
મુ. રમણભાઈનું બાળપણ તથા ભણતર કેવી રીતે થયું હતું તેનો ખ્યાલ “શ્રી મણિભદ્રવીરની સહાય”, “આઝાદીની લડત' જેવા લેખોમાં તથા તેમના માતાપિતા વિશેના લખાણોમાં જોવા મળે છે. તેમની ધર્મશ્રદ્ધાનાં બીજ આ વર્ષોમાં રોપાયાં હતા. તેથી જ કિશોરવયમાં, મુંબઈની શાળાના અભ્યાસકાળ દરમિયાન તેઓ આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રેરાયા છે. અન્ય રાષ્ટ્રીય નેતાઓ ભેગા ‘ગાંધીદર્શન'નો પણ તેમને લ્હાવો મળ્યો અને ગાંધીજીના હાથમાં સિક્કો મૂકતી વખતે ગાંધીજીની હથેળીનો સ્પર્શ તેમને પુષ્પની પાંદડી જેવો અત્યંત કોમળ' લાગ્યો હતો. મેટ્રિકના વર્ષમાં “દિવ્ય ચક્ષુ” અને “ગ્રામલક્ષ્મી' જેવી નવલકથાઓ વાંચવા મળી. પછી તો વાંચવાનો નાદ તેમને લાગ્યો. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર તથા કિશોરલાલ મશરૂવાળાનાં પુસ્તકો તે વાંચવા લાગ્યા. તેને પરિણામે તેમનું ડ્રોઈંગ ઘણું સારું હોવાને લીધે તેમના ડ્રોઇંગ ટીચરની ઈચ્છા રમણભાઈને જે. જે. સ્કૂલ ઓફ આર્સમાં મોકલવાની હતી, પણ તેમણે વિચાર બદલ્યો. તેઓ આર્સમાં દાખલ થયા. તેમાં તેમના ઉપર પડેલા પુસ્તકોના પ્રભાવને જવાબદાર ઠેરવી શકાય. આ પ્રકારની ધ્યેયલક્ષિતા એમને અનેક ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે.
“મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ'માં રમણભાઈએ પોતાની વાંચનપ્રીતિ વિશે વાત કરી છે. કિશોરવયમાં આઝાદીની લડતમાં આઝાદી સંગ્રામની ગતિવિધિની જાણ કરવા પત્રિકાઓ છાપીને વહેંચવાની પ્રવૃત્તિઓ ભૂગર્ભમાં થતી. આમાં કિશોર રમણભાઈ સક્રિય ભાગ લેતા. પત્રિકાનું વાંચન તેમને તે વખતે જેનો મહિમા હતો તે ગાંધીસાહિત્યના વાંચન તરફ દોરી લઈ ગયો. આમાંથી તેમને તેમના પ્રિય લેખક કાકાસાહેબ કાલેલકર સાંપડ્યા. તેમણે લખ્યું છે, “મારી ઉંમર નાની હતી અને વાંચેલું બધુ સમજાતું ન હતું તો પણ કાકાસાહેબ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org