________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧ ૨ ૧
વર્ષો પછી તેમનો વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ દેશમાં મળે તો તેને ઓળખીને તેના નામથી બોલાવી શકતા. એમની વિશાળ લાઈબ્રેરીમાં કયું પુસ્તક ક્યાં રાખ્યું છે એ અચૂક તેમને યાદ હોય. એમની પાસેનાં બધાં જ પુસ્તકો પર એમની નજર ફરી ગઈ હોય. દરેક પુસ્તકના લેખકનું નામ તેઓ જાણતા હોય.
પપ્પા મારા સૌથી પ્રિય લેખક. એમના પ્રવાસલેખો હોય કે જૈન ધર્મના વિષયો પર આલેખન કર્યું હોય કે કોઈ વ્યક્તિચરિત્ર હોય, તે એટલા રસપ્રદ હોય, માહિતીસભર હોય અને ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં લખાયેલા હોય અને તેથી જ વક્તા તરીકે અને લેખક તરીકે તેઓ હંમેશાં તેમના શ્રોતાજનો અને વાચકવર્ગના હૃદયમાં વસ્યા. તેઓ હંમેશાં માનતા કે લખાણ એવું હોવું જોઈએ કે વાચકને વર્ષો પછી પણ એ પુસ્તક આઉટડેટેડ ન લાગે અને તેથી અદ્યતન માહિતી એકઠી કરવા તેઓ એનસાયક્લોપીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા.
પપ્પા બહુ જ સારા વ્યવસ્થાપક હતા. વ્યાખ્યાનમાળા હોય, જ્ઞાનસત્ર હોય, જૈન સાહિત્ય સમારોહ હોય, જાત્રા અથવા પ્રવાસ હોય કે કોઈ સમારંભ હોય, પપ્પા ઝીણવટપૂર્વક તેનું આયોજન કરતા અને સાથે સાથે એવી કેટલીય વ્યક્તિ જેઓના માટે પ્રવાસ કરવો દુર્લભ હોય તેઓને ખાસ પ્રવાસ કરાવતા.
પપ્પાનો સ્વભાવ ખૂબ આનંદી, ક્રોધ કરતા તો મે એમને જોયા જ નથી. જ્યાં જાય ત્યાં પોતાના આનંદી સ્વભાવથી, મજાકમશ્કરી અને જોક્સથી વાતાવરણ હળવું બનાવી દે. પપ્પાને જોક્સ વાંચવાનો અને કહેવાનો ખૂબ જ શોખ. તેમની ૫,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરીમાં એક વિભાગ જોક્સના પુસ્તકોનો રહેતો. જ્યારે અંતિમ દિવસોમાં હોસ્પિટલમાં હતા ત્યારે પણ જોક્સનું પુસ્તક વાંચતા હતા અને પોતાની શારીરિક યાતનાને હળવી બનાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે તેમણે કહેલું કે “રમણભાઈ ઈન હોસ્પિટલ, ધેટ ઈસ ધ બિગેસ્ટ જોકઓફ હીસ લાઈફ' કારણ કે પપ્પા તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેય હૉસ્પિટલમાં નહોતા રહ્યા.
પપ્પા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એન.સી.સી.માં “મેજર' હોવાને કારણે દેશની રક્ષા માટે રાઈફલ ચલાવતા પણ શીખ્યા હતા અને જૈન ધર્મના “અહિંસા'ના વિષય પર વ્યાખ્યાન આપ્યાં હતાં.
આવા શસ્ત્રોમાં પારંગત એ શાસ્ત્રોનાં વિશારદ, નમ્ર, સરળ, પ્રેમાળ, તેજસ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org