________________
૧૨ ૨
શ્વત ઉપાસક રમણભાઈ સાક્ષર પિતાની છત્રછાયામાં તેમની પુત્રી તરીકે રહેવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું એ મારા માટે બહુ ગૌરવની વાત છે અને એ માટે ભગવાનનો ખૂબ આભાર માનું છું. અને પ્રભુને એ જ પ્રાર્થના કે આવનારા અનેક જન્મોમાં અમારો પિતાપુત્રીનો આ જ સંબંધ રહે.
અંતમાં મારી અને મારા ભાઈ અમિતાભની પપ્પા માટેની ભાવાંજલિ છે. - "We were worthily born."
ઉમાશંકર જોશીએ પારિતોષિક-એવોર્ડ વગેરે સ્વીકાર્યા છે અને તેના સમારંભોમાં હાજરી આપી છે. પરંતુ પોતાના પચાસ, સાઠ કે પંચોતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઊજવવાની સંમતિ ક્યારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે, સાઠ વર્ષ પૂરાં થયાં ત્યારે, સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે અને છેલ્લે પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઊજવવા માટે દરખાસ્ત લઈને કેટલાય સાહિત્યકારો તેમની પાસે ગયા હતા, પરંતુ તેનો તેમણે ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. એમનો એ નિર્ધાર એમના અભિજાત સંસ્કારનો દ્યોતક છે.
| રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org