________________
૪૭૦
શ્રુત ઉપાસક રમણભાઈ
યાદગાર સંભારણું
|| મહેશભાઈ શાહ તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ મુશ્રી રમણભાઈ, તારાબેન અને મુંબઈ જેન યુવક સંઘ, મુંબઈના મિત્રો સુરેન્દ્રનગરની સંસ્થાઓની મુલાકાતે આવ્યાં હતાં વર્તમાન પ્રમુખ શ્રી રસિકભાઈ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પણ સાથે હતા. તેમને સુરેન્દ્રનગર પહોંચતા દોઢેક કલાક મોડું થયું. અત્યંત વ્યસ્ત કાર્યક્રમ છતાં શ્રી રમણભાઈ જરાયે અસ્વસ્થ થયા વિના ઝડપથી તૈયાર થયા અને મારે ઘેરથી સંસ્થાની મુલાકાત માટે જવા નીકળ્યા.
પહેલા માનવ સેવા સંઘમાં ગયા, ત્યાં જરાયે ઉતાવળ કર્યા વિના અંધબધિર છાત્ર-છાત્રાઓને મળ્યાં અને વૃધ્ધાશ્રમના અંતેવાસી વૃધ્ધ-વૃધ્ધાઓ સાથે શાંતિથી વાતો કરી. ત્યાર પછી સૌરાષ્ટ મેડિકલ સેન્ટર, બાલાશ્રમ, લોકવિદ્યાલય વિ. સંસ્થાઓની મુલાકાત લીધી. આખો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યાં છતાં રાતે સાડા આઠ વાગે દેરાસરજીના પટાંગણમાં કાલિકાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિશે શ્રી રમણભાઈ અને તારાબેને વિદ્વતાપૂર્ણ અને પ્રભાવક પ્રવચનો આપ્યાં.
દિવસભરના આવા વ્યસ્ત કાર્યક્રમથી અહીં જ ઠીક ઠીક મોડું થઈ ગયું હોઈ રાતે જ રાણપુર જવા બદલે રાતે સો અહીં જ રોકાઈ ગયાં. શ્રી રમણભાઈ અને તારાબેન મારા ઘેર પહોંચ્યાં ત્યારે રાતના સાડા દસ થઈ ગયા હતા. સવારે વહેલાં રાણપુર જવું હતું એટલે મેં તેમને આરામ કરવા રૂમમાં જવા સૂચવ્યું. ત્યારે તેમણે મને પ્રેમપૂર્વક કહ્યું : ના, થોડી વાર તમારાં પત્ની અને બાળકો સાથે બેસીએ, અને તે અને તારાબેને સૌને સાથે થોડી વાતો કરી. પછી પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અને ધર્મ વિશે પણ વાતો કરી. પોતાનાં પ્રત્યેક મંતવ્ય તેઓ અંત્યત ઋજુતાથી વ્યક્ત કરતા હતા. ધર્મ કે સામાજિક સમસ્યાઓ વિશેની તેમની વાતમાં જરાય કઠોરતા કે કટ્ટરતા મેં જોઈ નહીં.
જૈન યુવક સંઘની સેવા-પ્રવૃત્તિ વિશે તેમણે કહેલું : મુંબઈ બહાર ઘણી સંસ્થાઓ દીન-દુઃખી અને નિ:સહાય અંપગ-વૃધ્ધોનું કામ કરે છે. અમે નાનાં ગામો કે આદિવાસી વિસ્તારમાં આવું કામ કરતી સંસ્થાઓની મુલાકાત લઈએ છીએ અને તેમને શક્ય તેટલી સહાય કરીએ છીએ.
આ સંસ્કારી દંપતી સાથે ગાળેલો દિવસ અને રાતે થયેલી વાતો અને શ્રી રમણભાઈનું સાત્વિક વ્યક્તિત્વ સદાય સાંભરે તેવું મારું યાદગાર સંભારણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org