________________
ચુત ઉપાસક રમણભાઈ
૩૭૫
‘પ્રબુદ્ધ જીવન’ના ઉપાસક
| | સુધા ઝવેરી, ભુજ કાગળ-કલમ લઈને કશુંક લખવાના ઉદ્દેશ્યથી બેઠી છું ને દૂરદૂર અતીતમાં ખોવાઈ જાઉં છું. લગભગ પચ્ચીસ વર્ષ પહેલાનું એક દશ્ય યાદ આવે છે. માંડવીના નદીકિનારા સમીપ એક સભા ભરાઈ છે. એક વૃક્ષ નીચે ગોઠવેલી ખુરશીઓ અને ટેબલો – એ વક્તાઓનો મંચ અને સામે ખુરશી અને શતરંજી પર શ્રોતાઓ. સૌ એકચિત્તે સાંભળી રહ્યા છે. વકુતાના શાંત, સહજ, અસ્મલિત વાપ્રવાહમાં સો વહી રહ્યા છે. કોઈને કશેય જવાની ઉતાવળ નથી. વકતાની પ્રતિભા અને વાણીમાં કંઈક એવું છે જે લોકોને જકડી રાખે છે. પચાસ-પચાવન કે તે કદાચ તેથીય વધુ હોઈ શકે – એવી ઉંમર છતાં કસાયેલું દેખાતું શરીર, શાંત મુખમુદ્રા અને સરળ-સહજ શબ્દોમાં વ્યક્ત થતું વિષયજ્ઞાન! યાદ છે ત્યાં સુધી વાત હતી સર્વ-ધર્મ-સમન્વયની. વાત કંઈક આવી હતી . એક વાર એક નવયુવાન બોદ્ધ સાધુ અને એક વયોવૃદ્ધ ચીની સંતનો સમાગમ થાય છે. ત્યારે પેલો બોદ્ધ સાધુ બુદ્ધની અદ્ભુત ઉપદેશ-વાણીનું વર્ણન કરે છે. એક એક વાત સાંભળતાં પેલા ચીની સંતની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી રહે છે. એટલે પેલો બોદ્ધ સાધુ પૂછે છે: આ તો અમારી બુદ્ધની પરમ કરુણાની વાણી છે. એ સાંભળીને આપ આટલા બધા પ્લાવિત થઈ ગયા છો, એ જોઈ મને આશ્ચર્યાનંદ થાય છે. ખરે જ અમારા બુદ્ધની કરુણા વિશ્વપ્લાવિની છે. ત્યારે પેલા ચીની સંત કહે છેઃ વત્સ, આ આંસુ હર્ષનાં છે. તેં જે કહ્યું એ બધું જ અમારા ધર્મમાં છે. મને લાગ્યું કે તું અમારા ધર્મની વાત કરી રહ્યો છે ને એક ભારતીય બૌદ્ધ સાધુના મુખે અમારા ધર્મની વાત સાંભળી મને અત્યંત હર્ષ થતાં મારી આંખો ભરાઈ આવી... સર્વધર્મ સમન્વયનું આવું સુંદર દષ્ટાંત અગાઉ સાંભળ્યું નહોતું. સાંભળનાર સૌ શ્રોતાઓ શાંત, સ્તબ્ધ, અભિભૂત !! વક્તવ્ય પૂરું થયું પછી પણ થોડીવાર સ્તબ્ધતા છવાઈ રહી ને પછી તાળીઓનો ગડગડાટ! અને બે દિવસ માંડવીનો જેનસમાજ હિલોળે ચડયો - રમણભાઈ કરીને કોઈ વિદ્વાન આવ્યા છે. સાથે બીજા પણ વિદ્વાનો છે. જૈન ધર્મ-દર્શન-ઈતિહાસ-સ્થાપત્ય-કેટકેટલા વિધવિધ વિષયો પર કેટલાં સુંદર પ્રવચનો! એ સૌને લઈ આવનાર પ્રાતઃસ્મરણીય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org