________________
pain Education tern
|
પ્રા. કાન્તિ પટેલ
મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન, વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે બી. એ. તથા એમ. એ. કરનાર કાન્તિ પટેલને એમ. એ.ની પરીક્ષામાં ગુજરાતીમાં સર્વાધિક ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણપદક પ્રાપ્ત થયો હતો. અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ તેમણે વિલે પાર્લેની નરસી મોનજી કૉલેજમાંથી કર્યો હતો. પછી તેઓ અંધેરીની ભવન્સ કૉલેજમાં જોડાયા, જ્યાં ગુજરાતીના વિભાગાધ્યક્ષ તથા ઉપાચાર્ય બન્યા. ત્રણ દાયકા સેવા આપી હાલમાં તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીના ગુજરાતી વિષયના અભ્યાસ મંડળના સભ્ય તરીકે તથા અનુસ્નાતક વર્ગના અધ્યાપક તરીકે સતત સેવાઓ આપી. મહારાષ્ટ્ર શાસનના ઉચ્ચશિક્ષણ બોર્ડને ઉપક્રમે પાઠ્યપુસ્તકના સંપાદક પણ રહ્યા. ભાષા-સાહિત્યને વગત અનેક પરિસંવાદોમાં ભાગ લેતા રહ્યા તયા પેપર્સ ૨જૂ કર્યા.
કૉલેજકાળથી જ કાન્તિ પટેલે લેખનનો આરંભ કરેલો તેમની વાર્તાઓ ‘સવિતા', ‘ચાંદની', ‘આરામ' જેવા સામયિકોમાં નિયમિત પ્રગટ થથી રહેતી સ્નાતક થયા બાદ તેમણે વિવેચનની પ્રવૃત્તિ આરંભી. તેમનાં લખાણો ‘ગ્રંથ’, ‘ફાર્બસ ત્રૈમાસિક', ‘પરબ’‘નવનીત સમર્પણ' જેવા સામયિકોમાં પ્રકટ થતાં રહ્યાં છે. તેમણે ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાતમિત્ર’, ‘મિડડે’‘સમાંતર-પ્રવાહ' જેવાં દૈનિકોમાં કટારલેખન પણ કર્યું છે. સાહિત્યકૃતિઓના અનુવાદો પણ તેઓ કરતા રહ્યા છે. પત્રકાર શ્રી વિનોદ પંડ્યા સાથે તેમણે સંપાદિત કરેલો ગ્રંથ ‘દીકરી વહાલનો દરિયો' ગુજરાતી પ્રકાશનક્ષેત્રે, સીમાચિહ્નરૂપ બન્યો છે. ‘દીકરી એટલે દીકરી’ તેમણે સંપાદિત કરેલ ગ્રંથ પણ એટલો જ લોકપ્રિય નીવડ્યો છે. એમ.એ.ના અભ્યાસ દરમિયાન તેઓ ડૉ. રમણલાલ ચી. શાહના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
Pevate & Personal
www.jainelibrary.g