________________
અનવકાશ આત્મચરિત્ર એક સમય માત્ર પણ શુદ્ધ ચારિત્ર સ્વરૂપમાંથી ચલિત ન |
થાય તેવું. અવકાશ પ્રાપ્ત કરવા નિવૃત્તિ કરવા; અલગતા મેળવવા. અવકાશ્મદાન :જગા આપવાની શક્તિ. અવકાતિ મુક્ત; સર્વથા મુક્ત (વિભાવથી મુક્ત - સર્વથા મુક્ત) (૨) ભિન્ન અવકાશિત :નિવૃત્ત અવગુણ રાગ-દ્વેષની વૃત્તિ (૨) દોષ. (૩) વિકાર. (૪) વિભાવ. અવગત :જ્ઞાન; જોવું. અવગ્રહ મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં, પ્રથમ જ અવગ્રહ
થાય છે, કારણકે મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, એ કુમથી જાણે છે. (૨) ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન,-તેને અવગ્રહ કહે છે. વિષય અને વિષયી (વિષય કરનાર) નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી, આદ્યગ્રહણ, તે અવગ્રહ છે. સ્વ અને પર બન્નેનો (જે વખતે) જે વિષય હોય, તેનો પહેલાં અવગ્રહ થાય છે. અવગ્રહના બે ભેદ છે. - (૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ. (૧) વ્યંજનાવગ્રહ = અવ્યક્ત-અપ્રગટ પદાર્થના અવગ્રહને, વ્યંજનાવગ્રહ કહે છે. (૨) અર્થાવગ્રહ =વ્યકત-પ્રગટ પદાર્થના અવગ્રહને, અર્થાવગ્રહ કહે છે.
વ્યંજનાગ્રહ ચક્ષ અને મન સિવાયની ચાર ઈન્દ્રિયો દ્વારા હોય છે; વ્યંજનાગ્રહ પછી, જ્ઞાન પોતાને પ્રગટરૂપ થાય છે, તેને અર્થાવગ્રહ કરે છે. ચિહ્યું અને મન દ્વારા, અર્થાવગ્રહ જ થાય છે. પકડવું; ગ્રહણ કરવું; જોડાણ થવું. અવ = નિશ્ચયથી, ગ્રહ = જાણવું. બીજી ચીજ શું છે એમ અંદરમાં જોવું તે અવગ્રહ છે. ને તે અંદર ત્રિકાળી જ્ઞાન શકિતરૂપ છે તેને અનુસરીને થાય છે, શેયને અનુસરીને નહિ. કે જ્ઞાનમાં આ ચીજ છે એમ પહેલાં જાણવામાં આવે તેને અવગ્રહ કહે છે. આ શું છે ? એમ જે જ્ઞાનમાં જાણવામાં આવે તે જાણવાનો પર્યાય, અંદર ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. બહારના શેયને અનુસરીને નહિ. અવગ્રહ એ
૧૧૫ મતિજ્ઞાનનો એક અંશ ભાગ છે. અવ = નિશ્ચયથી, ગ્રહ = જાણવું. બીજી ચીજ શું છે એમ અંદરમાં જાણવું તે અવગ્રહ છે. ને તે અંદર ત્રિકાળી જ્ઞાન શક્તિરૂપ છે તેને અનુસરીને થાય છે, શેયને અનુસરીને નહિ. આવી ભારે વાત
ભાઈ! • ઈન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી આવાન્તર સત્તા સહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે; જેમ કે ;
આ મનુષ્ય છે. અવગાહીને ઈદ્રિયગ્રહણ યોગ્ય મૂર્તિ પદાર્થનો અવગ્રહ કરીને, જાણીને અવગાહ :મગ્ન. (૨) મજબૂત (૩) નિમગ્ન; ડૂબી ગયેલું; સુદઢ. (૪) સુદઢ
(૫) નિમગ્ન; ઊંડા ઉતરવું (૬) નિમગ્ન; ગરક થયેલું; નીચું; ઊંડું; ડૂબકી મારેલું; તરબોળ. (૭) મગ્ન. (૮) સુદઢ; નિમગ્ન (૯) ડૂબકી મારેલું;
નિમગ્ન, ગરક થયેલું; નીચું; ઊંડું. (૧૦) મગ્ન અવગાહ સમ્યકત્વ અંગ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાહન વડે
નીપજેલી દષ્ટિ તેઅવગાઢ સમ્યકત્વ છે. અવગાઢ સમ્યગ્દર્શન શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે, તેને અવગાઢ સમ્યગ્દર્શન
કહેવામાં આવે છે. અવગાગાહ :અવગાહાઈને ગાઢ; ઠાંસોઠાસ વ્યાપેલાં. અવગાહ એક પરમાણુપ્રદેશ રોકે તે; વ્યાપવું. (૨) લીન થવું તે; મસ્જિત થવું તે;
અવકાશ પામવો તે. (૩) લીન થવું તે; મજિત થવું તે; અવકાશ પામવો તે. (એક જ કાળે સર્વ દ્રવ્યોને, સામાન્ય અવકાશની પ્રાપ્તિમાં આકાશદ્રવ્ય નિમિત્તભૂત છે.) (૪) શરીરપ્રમાણ. (૫) વિસ્તાર, તિર્યકપણું; ત્રાંસી ગતિ (૬) લીન થવું તે. (૭) લીન થવું; એક સાથે રહેવું; અવકાશ આપવો. જીવના પરિણામનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે. એકબીજાની અવસ્થાના યોગ્યતા એવી થાય છે કે એક બીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને કર્મ પુદ્ગલો એક જગ્યાએ અવગાહીને રહે છે તો પણ ભાવથી જુદા છે. એક જગ્યાએ રહે છે તેને