________________
(૩)
(૨) પ્રકૃતિબંધના આ આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ,
અંતરાય અને મોહનીય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે. કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે; અને બાકીના આયુ,નામ,ગોત્ર અને વેદનીય એ ચારને અઘાતિ કર્મ કહેવાય છે. કેમ કે, તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે. વસ્તુમાં ભાવ સ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવ સ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે. જેમ એક જ વખતે ખાધેલા આહાર ઉદાગ્નિના સંયોગે રસ, લોહી વગરે જુદા જુદા પ્રકારે થઇ જાય છે, તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામ અનુસાર જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઇ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમે ક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિરૂપે એક સાથે થઇ જાય છે. ઉપર કહેલા પ્રકૃતિભેદના આઠ ભેદના ઉત્તર ભેદો નીચે પ્રમાણે છેઃ(૧) જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ છે. મતિજ્ઞાનાવરણ,
શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ. દર્શનાવરણ કર્મના નવ ભેદ છે. ચક્ષુદર્શનાવરણ, અચ,દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા , પ્રચલા પ્રચલા અને પ્રચલા
સ્યાનગૃદ્ધિ એ નવ ભેદ દર્શનાવરણ કર્મના છે. અંતરાયકર્મના પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય મોહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ છે. (૧) દર્શન મોહનીય (૨) ચારિત્રમોહનીય (૩)અકષાય મોહનીય (૪) કષાય
૬૯૪ મોહનીય. આ ચાર મોહનીય કર્મના ભેદરૂ૫ મોહનીય કર્મ છે. તે ચારેના પેટાભેદ નીચે પ્રમાણે છે. દર્શનામોહનીયના ત્રણ પેટા ભેદ છે. (૧) મિથ્યાત્વમોહનીય (૨) સમ્યત્વ મોહનીય અને (૩) સમ્યત્વ મિથ્યાત્વ મોહનીય. આ ત્રણ ભેદ દર્શન મોહનીયના છે. ચારિત્ર મોહનીય ના બે ભેદ છે. (૧) કયાય વેદનીય અને (૨) અકષાય વેદનીય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ નવ ભેદ અકષાય વેદનીયના છે. અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન તથા સજવલનના ભેદથી તથા દરેકના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકાર-એ સોળ ભેદ કષાય વેદનીયના છે. આ રીતે કલ અઠ્ઠાવીસ ભેદ મોહનીય કર્મના છે. નોંધ -અકષાય વેદનીય અને કષાય વેદનીય એ બંન્નેનો સમાવેશ ચારિત્ર મોહમાં થઇ જાય છે. તેથી તેમને ગણતરીમાં જુદા લેવામાં આવ્યાં નથી. ટીકા મોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જીવનો મિથ્યાત્વભાવ એ જ સંસારનું મૂળ છે. તેમાં નિમિત્ત મિથ્યાત્વમોહનીય કર્મ છે. તે દર્શન મોહનીયનો એક ભેદ છે. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે. :- મિથ્યાત્વ પ્રકૃતિ, સભ્યત્વ પ્રકૃતિ અને સભ્યત્વમિથ્યા પ્રકૃતિ આ ત્રણમાંથી બંધ એક મિથ્યાત્વપ્રકૃતિનો જ થાય છે. જીવનો એવો કોઇ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યકત્વ મોહનીય પ્રકૃતિ કે સમ્યત્વમિથ્યાત્વમોહનીય પ્રકૃતિ બંધાય; જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (-ઉપશમ કાળમાં) મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થઇ જાય છે. તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે. એક
(૧)