________________
ગ્નમાં સંવેદન :પ્રત્યક્ષ જ્ઞાન સમકાળ :એક સમય; એક કાળ. શ્રમકિત :સતપુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે
થયું. બીજા બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં, તેની સાચી શ્રધ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં, તો સમકિત થાય. પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. સમક્તિ આવ્યા વિના સમાધિ થાય નહીં, સમકિત થવાથી સહેજે સમાધિ થાય, સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય, બાકી આસક્તભાવને અમસ્થી ના કરવાથી બંધ રહે નહી. આત્મા જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમત્વ છે. એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.
મત દર્શન આગ્રહ તજી, વર્ષે સદગુરુ લક્ષ;
લહે શુધ્ધ સમકિત તે વીના ભેદ ન પક્ષ સમકિતના દશ ભેદ છે. આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર,
અર્થ, અવગાઢ અને પરમાવગાઢ એમ સમ્યત્વના દશ ભેદ પણ છે. (૧) આજ્ઞા દર્શન મોહ ઉપશાંત થવાથી શાસ્ત્ર શ્રવણ વિના પણ વીતરાગ
દેવની આજ્ઞાના અવધારણથી જે તત્ત્વ શ્રધ્ધાનરૂપ અથવા તે આમ પુરુષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિશેષતારૂપ પરિણતિ તે આજ્ઞા સમ્યકત્વ છે. માર્ગ દર્શન મોહ ઉપશાંત થવાથી ગ્રન્થોના વિસ્તારપૂર્વક શ્રવણ વિના માત્ર બાહ્યાંતર પરિગ્રહ-રહિત કલ્યાણકારી મોક્ષમાર્ગ તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહકર્મની ઉપશાંતિ માટે શ્રધ્ધાન થવું તે માર્ગ સમ્યત્વ અથવા પ્રત્યક્ષ બોધસ્વરૂપ પુરુષ પ્રત્યે ભક્તિયુકત આસ્તિકય પરિણતિ થવી એ પણ માર્ગ સમ્પર્વ છે.
૯૫૨ ઉપદશા = શ્રી તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરષાર્થના ઉપદેશથી દ્રષ્ટિની વિશુધ્ધતા થવી તે ઉપદેશ સમ્યકત્વ છે. અથવા તે આમ ભગવાન પ્રણીત શ્રત પ્રત્યે અંત્યંત ભક્તિયુકત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશ સમ્યક્ત છે. સૂત્ર=મુનિઓના આચારાદિ વિધાનોને સૂચવનાર આચારસૂત્રોને સાંભળીને વીતરાગ ભગવાન પ્રણીત નિગ્રંથ માર્ગ પ્રત્યે મહત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિકય પરિણતિ થવી તે સૂત્ર સમ્યત્વ છે. બીજ = ગણિતજ્ઞાન માટે જે નિયમો (બીજ) કરવામાં આવ્યા છે. તેમાંથી કોઇક નિયમો જાણવાથી તથા મોહનીય કર્મનો અતિશય ઉપશમ થવાથી કરુણાનુયોગના ગહન પદાથોં પણ સમજીને જેને તત્ત્વશ્રધ્ધા થઇ છે તે સમ્યગ્દર્શનને બીજ સમ્યકત્વ કહ્યું છે. સંક્ષેપ =પદાથૉનું સંક્ષિપ્ત જ્ઞાન થવાથી જે તત્વોમાં યથાર્થ રુચિ ઉત્પન્ન કરનાર છે તે સંક્ષેપ સમત્વ છે. વિસ્તાર=દ્વાદશાંગી વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી નિર્મળ તત્વશ્રધ્ધારૂપ દશા તે વિસ્તાર સમ્યત્ત્વ છે. અર્થ નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તોમાંના કોઇક ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રધ્ધાનરૂપ દશા તે અર્થ સમત્વ છે. અવગાઢ= અંગ અને અંગબાહ્ય જે વીતરાગ પ્રણીત શાસ્ત્રો છે તેને અવગાહન કરવાથી શ્રુતકેવળીને ઉત્પન્ન થયેલી જે તત્વશ્રધ્ધા છે તે પરમાવગાઢ સમ્યત્વ છે.
એમ એક સમ્યગ્દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોકત દશ નિમિત્તોના યોગે સમ્યત્ત્વના દશ ભેદ કહ્યાં છે. સમક્તિી મિથ્યાત્વ મુક્તિ (૨) મિથ્યાત્વમુક્ત (૩)સમ્યગ્દર્શન પામેલા વ્યક્તિને
આઠ પ્રકારના મદમાંનો એક મદ ન હોય. અવિનયી અહંકારી અર્ધદગ્ધ (પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેઠેલો) અને રસલુબ્ધ એ
ચારમાંથી એકપણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. સમગ્ર :અખંડ સમગ્રપણે અખંડપણે સમગ્રપણા વડે = અખંડપણા વડે.