________________
એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થાય. એક ગુણ બીજા ગુણરૂપ ન થાય. દ્રવ્યમાં રહેલા અનંત ગુણો (વિખરાઈને અલગ અલગ થઈ ન જાય. તે શક્તિને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. ૧. અનંતગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણે કાયમ રહે છે.
અને તે શરીરાદિરૂપ કદી થતું નથી. જીવનું અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્ર, કદી પરરૂપ ન થાય, પરમાં ભળી ન જાય. અને બે જીવનું સ્વક્ષેત્ર પણ કદી એક
ન થાય. ૩. જીવના એક ગુણનો પર્યાય, તે અન્ય ગુણના પર્યાય રૂપ ન
થાય. (બીજાનું કંઈ કરે, બીજાથી ઉપજે-બદલે એમ થતું નથી.) ભાવ એટલે ગુણ - જેટલા જે રૂપે છે, તેટલા તે રૂપે સદા રહે, વિખરાય નહિ. ૧. છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની
સ્વતંત્રતા જાણતાં પોતાનું ભલું, બૂરું પોતાથી પોતામાં થાય છે. કોઈપણ દ્રવ્ય કર્મ અથવા કોઈ પરનાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ, આ જીવને લાભ કે નુકશાન કરી શકે નહિ . હું સ્વતંત્ર જ્ઞાન-આનંદ સ્વભાવી પદાર્થ છું, અને
જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છે. સામાન્ય ચૈતન્ય તે દર્શન છે. સામાન્ય વિશેષ અવરૂપ દર્શન - જ્ઞાનસ્વરૂપ સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું
તે જ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક | હોવાથી દ્રવ્યના અનન્યપણમાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમ કે
૧૦૪૫ મરીચિ અને શ્રીમહાવીર સ્વામીનું જીવ સામાન્ય ની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઇ પ્રકારનો વિરોધ નથી. દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્ય સામાન્ય જ જણાય છે. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયથી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવયના પર્યાયરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અને અન્ય ભાસે છે, બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષ બન્ને
જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય અન્ય બન્ને ભાસે છે. સામાન્ય સત્તા:મહા સત્તા સામાન્યતઃઅવબોધવું દેખલું, (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે
દર્શન છે.) સામાન્ય-વિશેષ સ્વરૂપ દર્શન જ્ઞાનસ્વરૂપ. વસ્તુનો સ્વભાવ સામાન્ય વિશેષ સ્વરૂપ
છે. આત્મા પણ વસ્તુ હોવાથી સામાન્ય તે દર્શન છે અને વિશેષ તે જ્ઞાન સ્વરૂપ છે. જાણવા દેખાવાના સ્વરૂપથી ભરેલો છું. દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. સામાન્ય એટલે ભેદ પાડ્યા વગર જ્ઞાન થયા પહેલાં પર વિષયથી ખાલી. એકલો આત્મવ્યાપાર તે દર્શન ઉપયોગ અને દરેક વસ્તુને ભિન્ન-ભિન્નપણે, રાગના
વિકલ્પ વગર જાણવું તે જ્ઞાન ઉપયોગ. સામાન્ય-વિશેષાત્મક સત્તા અહીં સામાન્યાત્મક નો અર્થ મહા સમજવો. અને
વિશેષાત્મકનો અર્થ અવાન્તર સમજવો. સામાન્ય વિશેષના બીજા અર્થે અહીં
ન સમજવો. સામાયિક સામાયિક એટલે સમતા અને સમતા એટલે વીતરાગ પરિણામનો
લાભ. વીતરાગ પરિણામનો લાભ કયારે થાય ? કે જયારે વીતરાગ સ્વરૂપ ભગવાન પોતે છે તેવો આશ્રય લે ત્યારે વીતરાગ પરિણતિ થાય છે, અને
એને સામાયિક કહે છે. સામાયિક :આત્મસ્વરૂપની પ્રાપ્તિ (૨) સમ એટલે એકરૂપ અને અય એટલે
આત્માના સ્વરૂપમાં ગમન સમય થયો. એવું જેનું પ્રયોજન છે તને સામાજિક