________________
કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક તે દુઃખદાયક પદાથોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કર. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે. (૩) જેમાં સમતા અને વીતરાગ હોય તેને સામાયિક કહેવાય. જેમાં સમતા અને વીતરાગનો લાભ થાય તે સામાયિક. (૪) આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાન, દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો, અમુલ્ય લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. આમ શ્રીમદે સામાયિક વ્રતને સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સભ્યશ્ચારિત્રનું ઉદય કરનાર વ્રત તરીકે ગણાવ્યું છે. તે જ અગત્ય બતાવે છે. આથી સામાયિકમાં દોષ ન આવવા દેવો તે અગત્યનું છે. (૫) આત્મા શુદ્ધ, અવિકારી, વિતરાગી છે; પુણ્ય, પાપ, વિકલ્પ રહિત, અરાગી છે એવી શ્રદ્ધા જ્ઞાન અને અભેદ સ્વરૂપમાં સ્થિરતા વર્તે છે તે જ ખરી સામાયિક છે. (૬) હું માત્ર જ્ઞાયક છું. એવા સ્વભાવની દઢતા તે દશન સામયિક અને તેમાં એકાગ થવું તે ચારિત્ર સામયિક...... (૭) સમતા ભાવે એકાગ્ર આસને બેસવાનું નિત્યકર્મ. (૮) હિંસા સહિત. સામાયિકને માટે ૧ યોગ્ય ક્ષેત્ર, ૨. યોગ્ય કાળ, ૩. યોગ્ય આસન, ૪. યોગ્ય વિનય, ૫. મનશુદ્ધિ, ૬. વચન શુદ્ધિ, ૭. ભાવ શુદ્ધિ અને ૮. કાય શુદ્ધિ એ વાતની અનુકુળતા હોવા જરૂરી છે; તેમાં ભેદજ્ઞાનપૂર્વક સ્વસમ્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે. ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેણે કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે જીવને સાચાં અણુવ્રત અને સામાયિક વ્રત હોય છે, જેને નિશ્ચય સમ્યગ્દર્શન
ન હોય તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત-અજ્ઞાનમયવ્રત કહેલ છે. સામાયિક ક્યારે અને કેવી રીતે કરવું ? :ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થ પણાનાં અનેક
કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સમાયિક ગમે ત્યારે કરવામાં
૧૦૪૬ આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે. નુકશાન કહી પણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી, કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખબ્બાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું. અને જ્યારે સામાયિક પૂર્ણ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણ, ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની ધૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિ સમાન જ છે. (સામાયિકને માટે ૧. યોગ્યાત્ર, ૨. યોગ્ય કાળ, ૩. યોગ્ય આસન, ૪. યોગ્ય વિનય, ૫. મનુ શુદ્ધિ, ૬. વચન શુદ્ધિ, ૭. ભાવ શુદ્ધિ, ૮. કાય શુદ્ધિ એ આઠ વાતની અનુકુળતા હોવી જરૂરી છે; તેમાં ભેદજ્ઞાનપૂર્વક સ્વસમ્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામયિક છે. ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેણે કયાયની બે ચોકડી (અનંતાનુબંધી અને અપ્રત્યાજ્ઞાનાવરણીય કષાય) નો અભાવ કર્યો છે તે જીવને સાચાં અણુવ્રત અને સમાયિકવ્રત હોય છે. જેને નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદેવ બાળવ્રત-અજ્ઞાન મયવ્રત કહે છે.) (૨) ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબન૩૫ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે. નુકશાન કદી પણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી, કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોન્નતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખગાસન અથવા પદ્માસન