________________
પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધતાની છેલ્લી પૂર્ણ દશા થતાં દેહ છૂટી જાય છે અને | આત્મા જેમ ધુમાડો હવામાં ઊંચે જાય તેમ , ઊર્ધ્વગમન કરે છે તે જીવની સ્વભાવગતિક્રિયા છે. અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિ ક્રિયા છે. કર્મ તો નિમિત્તમાત્ર જ છે હોં, બાકી જીવ પોતે પોતાની યોગ્યતાથી જ ગમન કરે છે. આ શરીર આમ ચાલે તો આત્મા પણ-આત્માના પ્રદેશો પણ એમ ચાલે છે, ગતિ કરે છે ને તે વિભાવગતિ ક્રિયા છે. ને તેમાં ધર્માસ્તિકાયનું નિમિત્તપણું છે. સિદ્ધદશા થાય ત્યારે સ્વભાવગતિક્રિયા છે, ને જીવન સંસારમાંથી ગતિ-ગમન કરે તે વિભાવગતિ ક્રિયા છે. ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્માએ જાણયું ન કહ્યું છે, અને અનુભવમાં આવવા લાયક છે. બહુ ઝીણી વાત છે.
વળી એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુલની સ્વભાવગતિ ક્રિયા છે એ પુદ્ગલ સ્કંધ ગમન કરે તે પુગલની
(સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિ ક્રિયા છે. (૧) સિદ્ધદશા પ્રાપ્ત થતાં જે ઊર્ધ્વગતિ થાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે. (૨) એકલો છૂટો પરમાણુ ગતિ કરે પુદ્ગલની સ્વભાવગતિ ક્રિયા છે. (૩) કર્મના સબંધવાળો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા તેના
આત્માના પ્રદેશો ગતિ કરે તે જીવની વિભાવગતિ ક્રિયા છે; કેમકે કર્મનું તેમાં
નિમિત્તપણું છે. (૪) પુલ સ્કંધ ગતિ કરે તે પુલની વિભાવગતિ ક્રિયા છે. ૨વભાવશાન અને કેવળશાન : શું બન્નેય અમૂર્ત, અતીન્દ્રિય , અવ્યાબાધ, અને
અવિનાશી છે ? હા, બન્નેય; ત્રિકાળી સ્વભાવજ્ઞાન પણ અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય ને અવિનાશી છે, તે વર્તમાન કેવળજ્ઞાન પણ અપેક્ષાએ અવિનાશી, અમૂર્ત, અવ્યાબાધ ને અતીન્દ્રિય છે. કેવળજ્ઞાન પ્રગટ્યા પછી
કેવળજ્ઞાન...કેવળજ્ઞાન...કેવળજ્ઞાન એમ અનંતકાળ કેવળજ્ઞાન જ રહે છે. સ્વભાવથી પોતાના ભાવથી. સ્વભાવથી થયું છે કોઇએ રચ્યું નથી.
૧૦૫૯ સ્વભાવદષ્ટિ સ્વમાં લીનતા તે મોક્ષનો માર્ગ છે. સ્વાશ્રિત તે મોક્ષ માર્ગ ને
પરાશ્રિત તે બંધ માર્ગ. સ્વભાવનું સ્વરૂપનું સ્વભાવનું સ્વરૂપ વિકારનો નાશક, અક્રિય, અસંગ, જ્ઞાનસ્વરૂપ છું, એમ સ્વભાવને
લક્ષમાં લઈ રાગમિશ્રિત વિચારને દૂર કરીને, ત્રિકાળ એકરૂપ પૂર્ણ સ્વભાવની, આત્મામાં પ્રતીતિ કરવી, તે સમ્યક દર્શન છે, તેમાં પરાશ્રય નથી. નિર્વિકલ્પ અખંડાનંદ જ્ઞાયક છું, એવી યથાર્થ ભાનસહિત શ્રદ્ધા કરે, ત્યારે મુક્તિના
પગરણ મંડાય છે સ્વભાવની દઢતા હું એકરૂપ, શુદ્ધ સ્વભાવી, સિદ્ધ પરમાત્મા જેવો છું, જે
સિદ્ધમાં નહિ તે મારામાં નહિ. એમ સિદ્ધપણાની શ્રદ્ધાના જોરમાં પરવસ્તુનું અભિયાન ઊડી જાય છેઃ દેહાદિ પરમાં કતાપણાનું અભિમાન તી પથમ કાઢી નાખ્યું, પણ પુયાદિ મારાં નહિ ,પર તરફનું વલણ નહિ અને ગુણ-ગુણીનાં ભેદ વિચારવા તે શુભરાગનાં વિકલ્પ પણ મારું સ્વરૂપ નથી, મને મદદગાર નથી, એવી શ્રદ્ધા વિના, એકરૂપ સ્વભાવને માન્યા વિના,
વિકાર અને પરમાં અભિમાન છોડયા વિના સ્વભાવની દઢતા આવે નહિ. સ્વભાવનો અર્થી સ્વભાવનો ઈચ્છુક; સ્વભાવનું ગ્રહણ. સ્વભાવપરિણમન :આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આદિ અનંત શક્તિ
છે તે બધા ગુણનું સ્વતંત્રપણે સ્વસત્તામાં આત્મદ્રવ્યમાં અભેદપણે ટકીને બદલવું તે સ્વભાવપરિણમન છે. ટકીને બદલવું હોવાને લીધે દરેક સમયે અંતરા વિના અનંત સુખનો ભોગવટો સિધ્ધ જીવને છે, પણ એક જ સમયમાં બધો ભોગવટો હોય અને તેનું પલટવાપણું ન હોય તો બીજ સમયે સુખનો અનુભવ કોણ કરે ? માટે દરેક સમયે પોતાના જ્ઞાનાદિ ગુણનું
ટકીને પલટવું, પરિણમવું છે. સ્વભાવમાં અવકાશપણે રહેવાને અર્થે પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ સંપૂર્ણપણે
સ્થિર થવાને અર્થે