________________
માન્યતા તે પાપ; તેને હવે તે હરિ. હરિ =આત્મા. (૩) કર્મને હરનારા શુદ્ધ
સચ્ચિદાનંદ સ્વરૂપ હરિ–પરમાત્મા. (૪) નારાયણ; આત્મા. હરિતભાવ લીલો ભાવ; લીલી અવસ્થાઃ લીલાપણું
હર્ષ :મત્સર; ઈર્ષા; અદેખાઈ; ગુમાન. હર્ષ-શોકની લાગણી થવી આત્મામાં જે હર્ષ-શોકની લાગણી થાય છે તે કર્મના
નિમિત્તે થતી હોવાથી જડ છે, તેમાં પુદ્ગલ દ્રવ્યનું પ્રસરવું થાય છે; હર્ષ-શોકની લાગણી વ્યાપ્ય છે અને
પુદ્ગલ-દ્રવ્ય વ્યાપક છે. હર્તા :હરણ કરનાર; હરીને ઉઠાવી લઇ જ હલતું હતું :અસ્થિર હતું. હળવા ક્ષય કરવા (દળવા દોષ=સૌ દોષને ક્ષય કરવા) હસ્તામલક્વતુ હથેળીમાં રહેલા આમળમ સમાન સ્પષ્ટ જાણપણું હસ્તામલકત પણ જાણતો હોવાથી હથેલીમાં રહેલા આગળા સમાન કર્યો
હોવાથી. હસ્તાવલંબ :સહાયક (૨) હાથનો ટેકો. (૩) સહાયક. (૪) સહાયક; ટેકો; હરિતભાવ: લીલો ભાવ; લીલી અવસ્થા; લીલા પણું. હંસાચાર :૫રમાત્મમ સ્વરૂપમાં રમણતા પણ બાહ્ય અથવા માનસિક ચિંતાઓના
ત્યાગથી જ થાય છે. હંસ :ચેતન આત્મા. હાલક લોલક ડગમગવું; હાલવું-ડોલવું. હાજર રૂપઃઉપસ્થિત; વિદ્યમાન (૨) ઉપસ્થિત; વિદ્યમાન. હાથ વચલી આંગળીના ટેરવાથી કોણી સુધીનું આશરે ૧૮ ઇંચનું માપ. હાન :મરી જવું; કર્મરોગનું મટી જવું. હાનહેતુ :મટાડવાના ઉપાય. હાનાદાન રહિત પરિણામી લેવાદેવાના પરિણામથી રહિત એવા દૃષ્ટાભાવે
સાક્ષી ભાવે.
૧૦૮૨ હામ, દામ ને કામ દુનિયામાં-લૌકિકમાં કહેવાય છે ને કે ત્રણે વાતે હામ, દામ ને
ઠામ-બધુંય છે. તેનો લૌકિક અર્થ હામ એટલે ભારે હિંમતવાળા, દામ એટલે ઘણા પૈસા-લશ્મીવાળા. ને ઠામ એટલે સરસ મઝાના બંગાલ-જમીનવાળા પણ નિશ્ચયથી તો એ બધી ધૂળની ધૂળ છે. એ કયાં આત્મામાં આત્માની છે. ? અહીં ભગવાન-પરમાત્મામાં તો હામ-દામ-ઠામ બધું ય છે – હામ એટલે અનંત વીર્ય-પુરૂષાર્થ, દામ એટલે અનંત જ્ઞાનદર્શન -આનંદની લક્ષ્મી અને કામ એટલે અસંખ્ય પ્રદેશી નિજક્ષેત્ર. લ્યો, આવા અલૌકિક વૈભવથી ભગવાન પરમાત્મા સમૃદ્ધ છે. બહારમાં સમવસરણ આદિ લક્ષ્મી ને અંતરંગમાં જ્ઞાન-દર્શન ને પરમાનંદ આદિ લક્ષ્મી એવા અલૌકિક વૈભવથી
ભગવાન સમૃદ્ધ છે. હારને જાણવો હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધોળાશ
અને તેનાં મોતી-એ બધાંયની પરીક્ષા કરે છે. પરંતુ પછી ધોળાશ અને મોતીઓને હારમાં સમાવી દઈને તેના પરનું લક્ષ છોડી દઈને કેવળ હારને જ જાણે છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ
વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહિ. હાલક-હોલક ડગમગવું; ખળભળી ઊઠવું; હાલવું-ડોલવું. હાલત :અવસ્થા. હાલ્યું જાય છે (જીવન હાલ્યું જાય છે) જીવન વેડફાઈ જાય છે. હાસ્ય :ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિતરૂપ પરિણામ તે હાસ્ય. હારનો કષાય :હાસ્ય, કુતુહલ, વિસ્મય ઈત્યાદિ ભાવ. હાંસી :મશ્કરી; મજાક; ઠઠ્ઠા; ફજેતો; ભવાડો હાહાકાર તેનાજ આકારનું, તન્મયનું, લીન હે અંગ વત્સ ! હે ભવ્ય :હે ધર્મ પામવાને લાયક જીવ હું અરૂપી છું :સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો
હોવા છતાં પણ સ્પશારિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પર્માર્થ હું સદાય અરૂપી છું ; જુઓ, સ્પર્શ, રસ, આદિનું જ્ઞાન જે થાય છે તે મારા પોતાથી