Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1090
________________ ભાવાર્થને પકડી રૂડી રીતે અભિવ્યક્ત-રજૂ કરવાની અસાધારણ ક્ષમતાનું દ્યોતક-સૂચક છે. હિર૫ ચાંદી-તાંબુ વગેરેથી બનાવવામાં આવતા સિક્કા-જેનાથી લેણદેણ થાય છે તેને હિરણ્ય કહે છે. હિલોળા લેતી હોય :આનંદથી ડોલતી હોય. ઝૂલતી હોય; ડોલતી હોય. હિંસક હિંસા કરનાર જીવને હિંસક કહીએ. ત્યાં પ્રમાદભાવરૂપે પરિણમેલા અથવા અયત્નાપારમાં પ્રવર્તતા જીવને હિંસક જાણવા. હિંસન :હણાવું. હિંય જેની હિંસા થાય તેને હિંચ કહે છે. પોતાના ભાવ પ્રાણ અથવા દ્રવ્યપ્રાણ અને પરજીવના ભાવપ્રાણ કે દ્રવ્યપ્રાણ એ હિંચના ભેદ છે. અથવા એકેન્દ્રિયાદિ જીવસમાસના ભેદ જાણવા અથવા જ્યાં જ્યાં જીવ ઉપજવાનાં સ્થાન છે તે જાણવા જોઈએ. હિંસા :ભગવાન વીતરાગના શાસનમાં હિંસા બે પ્રકારની કહી છે. એક આત્મઘાતરૂપ બીજી પરઘાતરૂપ. મિથ્યાત્વ રાગાદિના નિમિત્તથી જોયેલ, સાંભળેલ, અનુભવેલ ભોગોની અભિલાષારૂપ જે તીક્ષ્ણ શસ્ત્ર તેથી પોતાના જ્ઞાનાદિ પ્રાણોની હિંસા કરવી તે નિશ્ચય હિંસા છે. એ રાગાદિ વિભાવ પરિણામોથી જ્ઞાનાદિ આત્મભાવ હણાય છે. આ નિશ્ચય હિંસા જ આત્મઘાત છે. પ્રમાદયુક્ત યોગથી અવિવેકી થઈને એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવી તે પઘાત હિંસા છે. જ્યારે આત્મા અન્ય પ્રાણીઓને મારી નાખવાનો વિચાર કરે છે ત્યારે આત્મા પરિણામમાં કષાય પ્રગટે છે. તે કષાયથી આત્મા મલિન થાય છે. અને એ ભાવોની કલુષતા જ નિશ્ચય હિંસા છે. તેથી પરઘાતરૂપ હિંસા આત્મઘાતનું કારણ બને છે એમ હિંસક આત્મા પરનો ઘાત કરીને પોતાનો જ ઘાત કરે છે. તેથી સ્વદયા તથા પદયાનું સ્વરૂપ સમજીને સર્વથા હિંસા તજવી. હિંસા જેવું કોઈ પાપ નથી. રાગાદિનો અભાવ તે સ્વદયા અને પ્રમાદ રહિત વિવેકરૂપ કરૂણાભાવ તે પદયા છે. આ સ્વદયા તથા પરદયા ધર્મનું મૂળ ૧૦૯૦ કારણ છે. પાપી પ્રાણીઓના પરણિામોમાં પવિત્રતા નથી. પર પ્રાણીનો ઘાત તો તેના આયુષ્યને અનુસાર છે પણ આત્મા કોઈને મારી નાખવાનો જ્યાં વિચાર કરે છે ત્યાં જ તે વિચાર વિકૃતિને લીધે તત્કાલ આત્મઘાતી થાય છે. (૨) ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈનશાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. (૩) સંકલ્પી આરંભી, ઉદ્યોગિની અને વિરોધિની એ ચાર અથવા દ્રવ્યહિંસા અને ભાવહિંસા એ બે. પર જીવના જ્ઞાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે. એક અવિરમણરૂપ અને એક પરિણમનરૂપ. (૧) અવિરમણરૂપ હિંસા = જે વખતે જીવ પરજીવના ઘાતમાં તો પ્રવર્તતો નથી, બીજા જ કોઈ કામમાં પ્રવર્તે છે પણ હિંસાનો ત્યાગ કર્યો નથી. તેનું ઉદાહરણ :- જેમ કોઈ લીલોતરી (હરિતકાય)નો ત્યાગ તો નથી અને તે કોઈ વખતે હિંસામાં પ્રવર્તતો પણ નથી પરંતુ અંતરંગમાં હિંસા કરવાના અસ્તિત્વભાવનો નાશ કર્યો નથી તેને અવિરમણરૂપ હિંસા કહીએ છીએ. (૨) પરિણમનરૂપ હિંસા = વળી જે વખતે જીવ પરજીવના ઘાતમાં મનથી, વચનથી કે કાયાથી પ્રવર્તે તેને પરિણમનરૂપ હિંસા કહીએ. આ બે ભેદ હિંસાના કહ્યા. તે બન્ને ભેદમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. તેથી પ્રમાદ સહિતના યોગમાં હંમેશા પરજીવની અપેક્ષાએ પણ પ્રાણઘાતનો સદ્ભાવ આવ્યો. તેનો અભાવ તો ત્યારે જ થાય જ્યારે આ જીવ પરહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ ન પરિણમે. ત્યાં સુધી હિંસાનો તો અભાવ કોઈપણ પ્રકારે થઈ શકે નહિ. (૪) હિંસ્યને પીડા ઉપજાવી અથવા તેમનો ઘાત કરવો તે હિંસા છે. (૫) ભાવ મરણ તે જ હિંસા, પ્રમાદભાવ તે જ ભાવ પ્રાણોની હિંસા છે. (૨) હિંસા બે પ્રકારની છે.-સંકલ્પી અને આરંભી

Loading...

Page Navigation
1 ... 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117